Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:ખાનગી યુનિ.ઓમાં જીકાસથી જ પ્રવેશ પ્રક્રિયાની માગણી સાથે એબીવીપીનો ફતેગંજમાં ચક્કાજામ

    10 hours ago

    એબીવીપીએ જીકાસ પોર્ટલની ખામીઓ સામે મોરચો ખોલ્યો છે. જીકાસ પોર્ટલમાં ખાનગી યુનિ.નો સમાવેશ કરીને પ્રક્રિયા પારદર્શક બનાવવાની માંગ સાથે ફતેગંજમાં ચક્કાજામ કર્યા હતા. એબીવીપીએ જણાવ્યું હતું કે જીકાસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવાથી વિદ્યાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડે છે. જેને કારણે રાજ્ય વિશ્વવિદ્યાલયો અને સંલગ્ન મહાવિદ્યાલયોની સ્થિતિ દયાજનક છે. શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણના વધતા ચલણથી શિક્ષણ માફિયા વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરી રહ્યા છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલવી એ અસ્વીકાર્ય છે, પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આવનારા સમયમાં દરેક જિલ્લાના મુખ્ય મથક પર એબીવીપી ઉગ્ર ધરણા-પ્રદર્શન યોજી જીકાસ વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલનને વધુ તેજ કરશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે કોઇ પ્રકારનું સમાધાન થશે નહીં. સરકારી કોલેજોમાં બેઠકો ખાલી, છતાં વિદ્યાર્થી મોંઘી ખાનગી સંસ્થા તરફ વળ્યા આ મુદ્દો માત્ર ટેકનિકલ ખામીનો નથી, ઉચ્ચ શિક્ષણની નીતિ અને ઍક્સેસ વચ્ચેના અસંતુલનનો છે. એક તરફ સરકારી કોલેજોમાં બેઠકો ખાલી રહી રહી છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ મોંઘી ખાનગી સંસ્થાઓ તરફ વળી રહ્યા છે. જીકાસ જેવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ હોવા છતાં, તેની અમલવારીમાં ખામી વિદ્યાર્થીઓ માટે અવરોધ બની રહી છે. જે આગામી સમયમાં રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને સીધી અસર કરી શકે છે. જીકાસને લઈ રાજ્ય સરકાર પાસે કરેલી માગ 1 તાત્કાલિક ધોરણે જીકાસ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે. 2 જો ખાનગી યુનિ.ઓનો સમાવેશ ન કરવામાં આવે તો જીકાસ માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહેશે. 3 રજીસ્ટ્રેશન ફી ના ~300 ઘટાડાય અથવા બંધ કરવામાં આવે, વિધાર્થિનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવાય.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:દશરથના ટોયોટા શો-રૂમના કેશિયરે 26.06 લાખની ઉચાપત કરી, ઓડિટમાં ચોરી પકડાઈ
    Next Article
    Top Zelensky Aide Meets, Ajit Doval, S Jaishankar To Discuss Path To Peace

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment