Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરતેજ પોલીસે રોફ જમાવનાર શખ્સની ધરપકડ કરી:બિલ્ડીંગ મટીરિયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી શખ્સે ઓજ સ્કૂલમાં તોડફોડ કરી

    4 days ago

    ભાવનગરના ભંડારીયા ખાતે ઓજ સ્કુલના નવા બનતા બિલ્ડીંગની સાઇટ ઉપર એક શખ્સે રોફ જમાવ્યો હતો. સ્કુલના કર્મચારી પાસે જઇ બિલ્ડીંગ મટીરીયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી, ક્રમચારી પાસેથી પાંચ હજાર પડાવી લઇ ફરાર થયો હતો અને ફરી બિલ્ડીંગની સાઇટ ઉપર આવી તોડફોડ કરી, આતંક મચાવતા ઓજ સ્કુલના સાઇટ સુપરવાઇઝરે ભંડારીયાના શખ્સ વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ભંડારીયાના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા અને ઓજ સ્કુલમાં સાઇડ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સંદીપભાઇ દીપસંગભાઇ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભંડારીયા ખાતે ઓઝ સ્કુલના નવા બનતા બિલ્ડીંગ ઉપર જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ ધસી આવ્યો હતો. જે બાદ તેમના કર્મચારી મનીષભાઇ મહેતાને કહેલ કે, બિલ્ડીંગ બનાવવાનું તમામ મટીરીયલ અત્યાર સુધી જેની પાસેથી લીધેલ હોય એ વાંધો નથી પરંતુ હવેથી બધુ જ મટીરીયલ્સ મારી પાસેથી લેવાનું છે નહીં તો તમારી અને તમારી સાહેબોની ખેર નથી અને જો લેવું ના હોય તો દર મહીને પૈસા આપવા પડશે તેમ કહી, કર્મચારી પાસેથી પાંચ હજાર પડાવી ફરાર થઇ ગયો હતો. જે બાદ ફરી બિલ્ડીંગના બે પ્લોટ ઉપર આવી, બિલ્ડીંગમાં સુતેલા મજુરોને ધમકાવ્યા હતા અને તોડફોડ કરી રૂા. 1,25,000નું નુકશાન કરી, રોફ જમાવી ફરાર થઇ જતાં સંદીપભાઇ ચૌહાણે જયપાલસિંહ ગોહિલ (રહે. ભંડારીયા) વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CBSE:ધો.10ની બીજા તબક્કાની પરીક્ષા માટે 20 સુધી ફોર્મ ભરી શકાશે
    Next Article
    પાલિતાણામાં ડુંગરા પર 2 દિવસમાં બે લૂંટની ઘટના:શેત્રુંજય ડુંગર ઉપર તમિલનાડુના યાત્રાળુને લૂંટવાનો પ્રયાસ, લૂંટારૂઓને શોધવા પોલીસે ડુંગરા ખૂંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment