Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSE:ધો.10ની બીજા તબક્કાની પરીક્ષા માટે 20 સુધી ફોર્મ ભરી શકાશે

    2 days ago

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષ 2026ની શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર કરતા ‘ટુ બોર્ડ એક્ઝામ સ્કીમ’ (બે બોર્ડ પરીક્ષાની પદ્ધતિ)નો અમલ શરૂ કરી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં નબળું પ્રદર્શન કરી શક્યા છે, તેમને મે-2026માં યોજાનારી બીજી બોર્ડ પરીક્ષામાં પોતાના માર્કસ સુધારવાની સુવર્ણ તક મળશે. બોર્ડ દ્વારા આ માટે લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ (LOC) ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેગ્યુલર ફીના પ્રથમ તબક્કામાં 16 એપ્રિલ (બપોરે 12 વાગ્યાથી)થી 20 એપ્રિલ (રાત્રે 12 વાગ્યા સુધી) ફી ભરી શકાશે. જ્યારે બીજા તબક્કામાં લેટ ફી સાથે 21 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. CBSEની ધો.10માં બીજી બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન રહે તે માટે CBSEએ સ્પષ્ટ કર્યું છે કે, મે મહિનાની પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન એ જ રહેશે જે મુખ્ય પરીક્ષામાં હતો. આનાથી મૂલ્યાંકનમાં સમાનતા રહેશે અને વિદ્યાર્થીઓએ નવા ટોપિક્સ તૈયાર કરવાની જરૂર પડશે નહીં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ 3 વિષયોમાં પોતાનો સ્કોર સુધારી શકશે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ જણાવાયું છે કે, ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ફી માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માન્ય ગણાશે નહીં. ફોર્મ માત્ર સત્તાવાર વેબસાઈટ પરથી જ ભરવું, ફી ભર્યા વગરનું ફોર્મ આપોઆપ રદ ગણાશે, લેટ ફી ભરવાથી બચવા માટે 20 એપ્રિલ પહેલા જ પ્રોસેસ પૂર્ણ કરી લેવી. ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર બોર્ડે ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક સત્ર 2024-25માં ‘કમ્પાઉન્ડમેન્ટ’ (પૂરક) શ્રેણીમાં આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ જે 2024-25માં પૂરક પરીક્ષામાં હતા, પરંતુ 2026ની મુખ્ય પરીક્ષામાં હાજર રહી શક્યા નહોતા. આ તમામ વિદ્યાર્થીઓને ‘થર્ડ ચાન્સ કમ્પાઉન્ડમેન્ટ કેટેગરી’ હેઠળ પરીક્ષા આપવાની તક આપવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    As Bill on women’s reservation in Houses is defeated, remembering the women who opposed it in Constituent Assembly
    Next Article
    વરતેજ પોલીસે રોફ જમાવનાર શખ્સની ધરપકડ કરી:બિલ્ડીંગ મટીરિયલ મારી પાસેથી જ ખરીદવું તેમ કહી શખ્સે ઓજ સ્કૂલમાં તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment