Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!

    11 hours ago

    રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસરિયાના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી 32 વર્ષીય પરણીતાએ ગર્ભમાં રહેલા બાળકને ગુમાવ્યું હોવાનો આક્ષેપ સાથે પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી પિતૃત્વ સાબિત કરવા DNA ટેસ્ટ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવમાં, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી વિશાખાબેન નીરવભાઈ માઘવાણી(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. પતિ દારૂ પીને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો. સાથે જ પત્ની પર શંકા કરીને મોબાઈલ વાપરવા અને પિયર પક્ષ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો. પીડિતાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દઝાડવામાં આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિવાદ વધતા 10 ઓગસ્ટ 2025ના રોજ પરણીતાએ 181 અભયમ હેલ્પલાઈન બોલાવવી પડી હતી. તે સમયે તે ગર્ભવતી હતી, પરંતુ સતત તણાવ અને ઝઘડાના કારણે ગર્ભમાં બાળકના ધબકારા અસામાન્ય બન્યા હતા. અંતે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થતાં ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આટલું ઓછું હોય તેમ, પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી DNA ટેસ્ટ પણ કરાવ્યો હોવાનો આક્ષેપ છે. હાલ પરણીતા પોતાના પિયરમાં રહે છે અને ન્યાય માટે પોલીસનો સહારો લીધો છે. પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા:58ની ઉંમરે શરમ વેચી ખાધી! 19 વર્ષની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરી
    Next Article
    અભયમે મનમેળ કરાવ્યો:મોરબીમાં મામૂલી બાબતે પતિ સાથે ચણભણ થતાં અહીં રહેવું જ નથી તેવું વિચારી પત્ની ઘર છોડીને નીકળી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment