Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા:58ની ઉંમરે શરમ વેચી ખાધી! 19 વર્ષની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકત કરી

    13 hours ago

    રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉંમરના આ પડાવે સંસ્કારનું પાલન કરવાને બદલે આ શખ્સે ‘રોમિયોગીરી’ કરી પોતાની જ ઉંમરને કલંકિત કરી છે. મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી કામસ્થળે તબિયત બગડતા ઘરે જવા નીકળી હતી. તેણે પોતાની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ મહાકાળી માતાજીના મંદિર સામે એક્ટીવા પાર્ક કરી રાહ જોઈ રહી હતી. ત્યારે મવડી ચોકડી તરફથી લાલ રંગની પ્લેઝર મોપેડ પર આવેલ એક અજાણ્યો વૃદ્ધ ત્યાં આવી ઊભો રહ્યો. થોડી જ વારમાં આ શખ્સે તમામ હદો વટાવી દીધી. અચાનક યુવતીની એક્ટીવા પર પાછળ બેસી જઈ તેણે શારીરિક અડપલા શરૂ કર્યા અને તેની છાતી પર હાથ ફેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો. આ અચાનક ઘટનાથી ગભરાયેલી યુવતીએ તરત જ નીચે ઉતરી બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. લોકો ભેગા થતા ‘વૃદ્ધ રોમિયો’ ની હકીકત બહાર આવી ગઈ. એટલામાં યુવતીની માતા પણ પહોંચી ગઈ અને 181 પર કોલ કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે આરોપીને કાબૂમાં લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી શરૂ કરી. પકડાયેલ આરોપી મવડી મેઈન રોડ ઉદયનગર શેરી નં.2/6ના ખૂણે રહે છે. તેનું નામ પંકજ મનસુખભાઈ પાટડીયા(ઉ.વ.58) હોવાનું સામે આવ્યું છે. ઉંમરનાં આ પડાવે આવી નીચ હરકતો કરનાર આરોપીને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગરમીથી ત્રાહીમામ:રાજકોટમાં આકરી ગરમી, 15 દી’માં 30ને હિટસ્ટ્રોકની અસર
    Next Article
    સિટી એન્કર:સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment