Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમે મનમેળ કરાવ્યો:મોરબીમાં મામૂલી બાબતે પતિ સાથે ચણભણ થતાં અહીં રહેવું જ નથી તેવું વિચારી પત્ની ઘર છોડીને નીકળી ગઇ

    10 hours ago

    મોરબીમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં મનમેળ ન થવાથી પત્ની પતિને છોડીને ઘરેથી નીકળી ગઈ હતી. પતિએ શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા પોલીસમાં ગુમસુદા નોંધાવી હતી. દરમિયાન પત્નીને એક જાગૃત નાગરિકની મદદથી 181 ટીમનો ભેટો થઈ જતા અભયમ ટીમે સમજાવી પતિ પત્ની વચ્ચે સુમેળ કરાવ્યો હતો. મોરબીમાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર જાગૃત નાગરિક દ્વારા જાણ કરાઇ હતી. એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી સ્થળ પર પહોંચી અને મહિલાને સાંત્વના આપી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું. મહિલાએ જણાવ્યું કે પતિ સાથે થયેલા મનમેળના અભાવે તે ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ટીમે મહિલાને સમજાવી અને આવી પરિસ્થિતિમાં ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી. મહિલાના જણાવેલા સરનામે પહોંચી ટીમે તેના પતિ સાથે પણ વાતચીત કરી. પતિએ પત્નીને શોધવા આસપાસ અને ઓળખીતાઓમાં પૂછપરછ કરી રહ્યા હતા અને માહિતી ન મળતાં પોલીસમાં ગુમ થયાની અરજી પણ કરી હતી. અભયમના પાયાના સિધ્ધાંતો કાઉન્સેલિંગ દ્વારા સમાધાન : દંપતી વચ્ચે વાતચીત કરાવી, સમસ્યાનો મૂળ સુધી પહોંચી ઉકેલ લાવવા. ભાવનાત્મક સપોર્ટ : માત્ર કાયદાકીય નહીં, પણ માનસિક અને લાગણીસભર સહાય આપવી ઘર બચાવવાનો પ્રયાસ : દરેક કેસમાં પરિવાર તૂટે નહીં એ માટે ખાસ ધ્યાન આપવું ટીમ વર્ક : પોલીસ, કાઉન્સેલર અને સમાજના સહયોગથી સંકલિત પ્રયાસ સાધવા. એકલી રહ્યા પછી પત્નીને ઘર અને પતિની કિંમત સમજાઇ 181 ટીમે બંને પતિ-પત્નીને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેમાં ઝઘડા ટાળવા અને એકબીજાની કાળજી રાખવા માટે સમજાવ્યું. મહિલાએ પણ ખાતરી આપી કે હવે પછી તે પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘર છોડશે નહીં. અંતે બંને ફરી સાથે રહેવા તૈયાર થયા. આ રીતે 181 અભયમ ટીમે મહિલાનું તેના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું. મહિલાના પતિએ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને સલામત રીતે ઘરે પહોંચાડવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!
    Next Article
    Trump Says Will Bring Iran Uranium "Back Home To US"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment