Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત

    2 days ago

    રાજકોટ શહેરમાં માનસિક તણાવની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં કાકાના સ્વપ્નથી ભાવનાત્મક રીતે હચમચી ગયેલા એક યુવાને એસિડ પી આત્મઘાતી પગલું ભરતાં બે મહિનાની લાંબી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની મળતી માહિતી મુજબ, શહેરના લાલા લજપતરાય ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ઝડુસ હોટલ નજીક નિવાસ કરતા કેવલ કમલેશભાઈ સુરાણી(ઉ.વ. 25)એ ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. લાંબી સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, શુક્રવારે અચાનક તેમની તબિયત ફરી લથડતા પરિવારજનો તેમને ફરી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ તાલુકા પોલીસ મથકના એએસઆઈ ડી.સી. જોષીને જણાવ્યું હતું કે, મૃતક કેવલ બે ભાઈઓમાં મોટો હતો અને સલૂનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે સહારો આપતો હતો. ચાર વર્ષ પહેલાં તેના પ્રિય કાકાનું અવસાન થયું હતું, જેના કારણે તે અંદરથી તૂટ્યો હતો. ઘટનાથી થોડા દિવસો પહેલાં તેને સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેના કાકા તેને કહી રહ્યા હતા— “બેટા, હું તને લેવા આવ્યો છું…”. આ સ્વપ્ન બાદ કેવલ વધુ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો હતો અને અંતે આઘાતમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:લવમેરેજ બાદ માવતરે સંબંધ તોડી નાખતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:APAAR ID હજુ 80% બન્યા, બાકી 20% માટે શાળાઓમાં કેમ્પ, જુન-26 સુધી 100%નો લક્ષ્યાંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment