Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:APAAR ID હજુ 80% બન્યા, બાકી 20% માટે શાળાઓમાં કેમ્પ, જુન-26 સુધી 100%નો લક્ષ્યાંક

    2 days ago

    શિક્ષણ વિભાગે હવે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ડેટાને ડિજિટલ પ્લેટફોર્મ પર સુરક્ષિત કરવા માટે ‘APAAR ID’ (ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી) બનાવવાની કામગીરીને ‘સેચ્યુરેશન મોડ’ પર મૂકી છે. સમગ્ર ગુજરાતમાં આશરે 70થી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં રાજકોટ જિલ્લામાં 90 ટકા જેટલી કામગીરી થઇ છે. જોકે, હજુ પણ અનેક વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં વિસંગતતા હોવાથી કામગીરી અટકી છે, જેને પૂર્ણ કરવા માટે તંત્રએ 30 જૂન, 2026ની ડેડલાઈન નક્કી કરી છે. રાજ્યમાં 80% જેટલા વિદ્યાર્થીના APAAR ID બન્યા છે, બાકીના 20% માટે શાળાઓમાં દર શનિવારે કેમ્પ રાખવા શિક્ષણ વિભાગે સુચના આપી છે. જૂન-26 સુધી 100%નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની મોટાભાગની શાળાઓમાં ડેટા વેરિફિકેશન અંતિમ તબક્કામાં છે. તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવા માટે દર શનિવારે શાળાઓમાં ખાસ ‘સેચ્યુરેશન કેમ્પ’નું આયોજન કરવા સુચના આપવામાં આવી છે. મુખ્ય સમસ્યા એ સામે આવી રહી છે કે ઘણા વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામ કે જન્મતારીખ સ્કૂલ રેકોર્ડ સાથે મેચ થતા નથી અથવા આધાર સાથે મોબાઈલ નંબર લિંક નથી. આ ટેકનિકલ ખામીઓને કારણે ID જનરેટ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કામગીરી અટકવાના કારણો | ડેટા મિસમેચ, એરર સહિતના કારણો જવાબદાર નુકસાન | એડમિશન, પરિણામ, શિષ્યવૃત્તિ પર અસર, યોજનાથી વંચિત રહી જવાની ભીતિ APAAR ID સરળતાથી બને તે માટે વાલીઓએ આટલું ધ્યાન રાખવું જોઇએ
    Click here to Read More
    Previous Article
    કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત
    Next Article
    ગરમીથી ત્રાહીમામ:રાજકોટમાં આકરી ગરમી, 15 દી’માં 30ને હિટસ્ટ્રોકની અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment