Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:લવમેરેજ બાદ માવતરે સંબંધ તોડી નાખતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

    13 hours ago

    રાજકોટ શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલી આસ્થા વેન્ટિલા સોસાયટીમાં રહેતી 36 વર્ષીય પરિણીતાએ પ્રેમલગ્ન બાદ માવતર તરફથી તિરસ્કાર મળતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ઉષાબેન રવિભાઈ મહેતા (ઉ.વ. 36)એ પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિણીતાના પતિ રવિભાઈએ જણાવ્યું હતું કે, ઉષાબેને દોઢ વર્ષ પહેલા પ્રથમ પતિ સાથે ડિવોર્સ લઈને તેમના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થતા પિયર પક્ષે તેમના સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. માવતર તરફથી બોલાવા ન મળતા ઉષાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનમાં રહેતા હતા. જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Vedanta plant blast: Key ‘fan problem’, maintenance lapses under probe
    Next Article
    કરુણ ઘટના સામે આવી:‘બેટા, હું તને લેવા આવ્યો છું…’ કાકાના સ્વપ્ન બાદ એસિડ પી યુવાનનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment