Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત:બી. જે. મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત

    10 hours ago

    બી. જે. મેડિકલ કૉલેજમાં જૂનાગઢના કેશોદ પાસેના ગામની વિદ્યાર્થિની જીઆ ડાકીએ ગત સોમવારે હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ઠો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મહત્ત્વનું છે કે તેણે બપોરના 3.45 વાગ્યા સુધી મિત્રોને મેસેજ કર્યા હતા અને પછી અચાનક આત્મહત્યા કરી હતી. બી. જે. મેડિકલ કૉલેજના ડીન અને સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડૉ. મિનાક્ષીબહેન પરીખના કહેવા પ્રમાણે જીઆ ગામથી આવ્યા પછી એકલતા અનુભવતી હતી. બે મહિના સુધી તે ગુમસુમ રહેતી હોવાથી સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં પણ આવી હતી. અહીં તેનું કાઉન્સેલિંગ કરાયું હતું, તે ફોલોઅપમાં પણ આવી હતી. પરંતુ એક-દોઢ મહિનાથી સારું હોવાનું કહીને કાઉન્સેલિંગ માટે આવતી નહોતી. તેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પણ એકલતાનું કારણ જણાવાયું છે. ઘરથી દૂર આવનારા વિદ્યાર્થીઓ એકલતા, તણાવ કે અન્ય કોઇ સમસ્યામાં ન સપડાય ચે માટે સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયું છે, વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે હૉસ્પિટલ કે કૉલેજમાં કામનું ભારણ હવે પહેલાં જેટલું નથી. મોટે ભાગે કામનું ભારણ રેસિડન્સશિપમાં વધુ રહે છે જ્યારે જીઆ અંડર ગ્રેજ્યુએટ હોવાથી કામના ભારણ કરતાં એકલતાને કારણે પગલું ભર્યાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:80 ફૂટના રોડ પર ડામરનું 1 સ્પીડ બ્રેકર બનાવવા 57600થી વધારેખર્ચ થાય છે છતાં મનપા 1988ની ગાઈડલાઈનને વળગી રહી છે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ગૂજરાત વિદ્યાપીઠના 30 હજાર સભ્ય ઘેરબેઠાં પુસ્તક મેળવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment