Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:80 ફૂટના રોડ પર ડામરનું 1 સ્પીડ બ્રેકર બનાવવા 57600થી વધારેખર્ચ થાય છે છતાં મનપા 1988ની ગાઈડલાઈનને વળગી રહી છે

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા ઘણા કિસ્સાઓમાં જૂની પધ્ધતિને વળગી રહે છે અને તેનાથી પ્રજાના પૈસાનું ધોવાણ થાય છે. તેવો એક કિસ્સો સ્પીડ બ્રેકરને લઈને છે. જેમાં 2018માં નવા નિયમ આવ્યા હોવા છતાં મનપા 1988ના નિયમ મુજબ જ કામ કરે છે અને ત્રણ ગણો ખર્ચ કરી નાખે છે. ઈન્ડિયન રોડ કોંગ્રેસે સ્પીડ બ્રેકર માટે 1988માં ગાઈડલાઈન તૈયાર કરી હતી. જે મુજબ મનપા સ્પીડ બ્રેકર બનાવે છે જો કે તેમાં પણ ઉંચાઈમાં અનેક નિયમભંગ થાય છે. 2018માં નવી ગાઈડલાઈન આવી જેમાં ટ્રાફિક હળવો કરવાના વિષય પરઅલગ અલગ કારના સ્પીડ બ્રેકર મુકવાનુ કહ્યુ છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ફક્ત ડામરને બદલે રબ્બરના સ્પીડ બ્રેકર મૂકવા કહ્યુ છે. ડામરનો સ્પીડ બ્રેકર બનાવવો હોય તો તેનો ખર્ચ એક મીટરના 3600 રૂપિયા થાય છે. જો 80 ફૂટના રોડ પર એક સ્પીડ બ્રેકર બનાવવુ હોય તો 8600 થાય છે. જ્યારે રબરના સ્પીડબ્રેકરનો ખર્ચ પ્રતિ મિટર 1200 રૂપિયા છે એટલે કે 80 ફૂટના રોડ પર 28800 રૂપિયા થાય છે. રબ્બરને બદલે ડામર વાપરીને 80 ફૂટના રોડ પર એક સ્પીડ બ્રેકરના 57600 રૂપિયા વધુ ચૂકવે છે. પ્રતિ મિટર 240 રૂપિયાનો વધારાનો ખર્ચ મનપા નવી ગાઈડલાઈનને બદલે હજુ જૂની વિચારધારામાં રહેતી હોવાથી થઈ રહ્યો છે. નવી ગાઈડલાઈનમાં સ્પીડ બ્રેકરની ઉંચાઈ 10 સેમીથી વધુ ન હોવી જોઈએ જ્યાર હાલ જે રીતે ઢોળા બનાવી દેવાયા છે તેના કારણે સિનિયર સિટીઝનના હાડકા તૂટ્યાના પણ બનાવ બન્યા છે તેથી મનપાએ હવે 7 વર્ષ પહેલાની નવી વિચારધારા અપનાવવાની જરૂર છે. રબ્બરના સ્પીડ બ્રેકર ઝડપથી લાગી જાય છે, ગાઈડલાઈનમાં એટલે જ સમાવાયું ટ્રાફિક સેફ્ટી અને રોડ યુઝર કમ્ફર્ટને ધ્યાને લઈ IRC 99 – 2018ની Guidelines for traffic calming measures in urban and rural areas માટે વિવિધ પ્રકારના સ્પીડ બ્રેકરના ધારાધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. અકસ્માતો અને અકસ્માતની ભયાનકતા અટકાવવા સ્પીડ બ્રેકરની સાઈઝ, ઉંચાઇ, ઢાળ, પહોળાઈ અને કલર માર્કિંગના સ્ટાન્ડર્ડ નક્કી કરાયા છે. જેમાં ડામર ઉપરાંત પ્રિ ફેબ્રિકેટેડ રબ્બર અથવા પીવીસીના સ્પીડ બ્રેકર લોખંડના ખીલાથી ફિટ કરાય છે. આ કિસ્સામાં મેઈનટેનન્સ અને ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવુ પડે કારણ કે સ્પીડ બ્રેકર તુટે તો લોખંડના ખીલાથી ટાયરને નુકશાન થઈ શકે છે. ફાયદો એ છે કે ખુબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. - બી.વી. હસોડા, નિવૃત્ત ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દર મહિને પોલીસ 100 સ્પીડ બ્રેકરની ભલામણ કરે છે, નવી ગાઈડલાઈન ફગાવતા મનપા લાખો રૂપિયાની બચત ગુમાવે છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટ્રાફિક બ્રાન્ચ દર મહિને સરેરાશ 35થી 40 સ્થળે સ્પીડબ્રેકર મૂકવા ભલામણ કરે છે. એક સ્થળે બે તરફ સ્પીડ બ્રેકર મૂકવાના હોવાથી 90થી 100 બનાવવાના હોય છે. નાનામાં નાના રોડના 40 ફૂટ ગણીયે તો એક સ્પીડબ્રેકરનો ખર્ચ 43200 થાય છે. 100 બનાવવા માટે 43.20 લાખ રૂપિયા ખર્ચે છે. નવી ગાઈડલાઈન અપનાવે તો રબરના સ્પીડબ્રેકરનો મહિને 14.40 લાખ થાય. મનપા આ રીતે નવી ગાઈડલાઈન ફગાવી દઈને 28.80 લાખની બચત ગુમાવી રહી છે. સ્પીડ બ્રેકરની ખાસ ગ્રાન્ટ નથી, ખાડા બુરવાના બજેટમાંથી કપાય છે! સ્પીડ બ્રેકર બનાવવા માટે મનપાએ કોઇ અલગથી બજેટની જોગવાઈ નથી કરી. તે ખર્ચ ખાડા બૂરવાની ગ્રાન્ટમાંથી જ થાય છે. આ કારણે જેટલા સ્પીડ બ્રેકર બને તેટલા ખાડા ઓછા બુરાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં ચોમાસા બાદ રોડ પર ખુબ ખાડા પડી જાય છે જેને બુરવામાં વાર લાગે છે કારણ કે મોટાભાગનું બજેટ સ્પીડ બ્રેકરમાં વપરાય છે.
    Click here to Read More
    Previous Article
    Kin demand return of Navy veteran stuck in Qatar jail; he’s detained in separate case: Govt
    Next Article
    આપઘાત:બી. જે. મેડિકલની વિદ્યાર્થિનીનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment