Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ધાંધિયા:માર્કેટ યાર્ડમાં ગુણવત્તાના નામે ખેડૂતો સાથે પક્ષપાતનો આક્ષેપ; ‘નબળો માલ લેવાય છે ને સારો રિજેક્ટ થાય છે’, ખર્ચના ખાડામાં ઉતરેલો ખેડૂત લાચાર.

    5 days ago

    ​હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ માર્કેટ યાર્ડમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાતો કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર 'લાલ દાણો' કે 'કારો દાણો' હોવાનું કારણ ધરીને ખેડૂતોનો પરસેવો રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા ગુણવત્તાના માપદંડોમાં ભારે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે. ​ચાલુ વર્ષે ખેતી પર કુદરતની વક્રદૃષ્ટિ રહી છે. માવઠું અને અકાળે વરસાદ અને અતિશય ઝાકળને કારણે ઘઉંના પાકની ગુણવત્તા પર અસર પડી છે. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનો રંગ બદલાવો એ કુદરતી પ્રક્રિયા છે. આ કોઈ ફેક્ટરીમાં બનતી પ્રોડક્ટ નથી કે જેમાં ભેળસેળ કરી શકાય.જ્યારે કુદરતી આફતને કારણે આખું રાજ્ય પ્રભાવિત હોય, ત્યારે વહીવટી તંત્રએ ગુણવત્તાના જડ નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ​પાડોદર ગામના રહેવાસી અશ્વિનભાઈ હાલાભાઈ ગરેજા પોતાની વ્યથા ઠાલવતા જણાવે છે કે હું અંદાજે 12 થી 13 ખાંડી જેટલા ઘઉં લઈને યાર્ડમાં આવ્યો હતો. મેં ઘઉંનું વ્યવસ્થિત સાફ-સફાઈ પણ કરાવ્યું હતું. તેમ છતાં અધિકારીઓએ 'લાલ દાણો' હોવાનું બહાનું કાઢી મારો માલ સ્વીકારવાની ના પાડી દીધી છે. મેં બે-બે વાર સેમ્પલ આપ્યા પણ પરિણામ એનું એ જ છે. આશ્ચર્યની વાત એ છે કે બીજા ખેડૂતોના ઘઉં તોલાઈ રહ્યા છે, જ્યારે મારો સારો માલ રિજેક્ટ થયો છે. ખેતરેથી અહીં સુધી માલ લાવવામાં મને 10 હજારનો ખર્ચ થયો છે, હવે મારે શું કરવું ? ​નુનાડા ગામના ખેડૂત જકુભાઈ નાથાભાઈ નંદાણીયાએ ખરીદી પ્રક્રિયામાં ચાલતી વિસંગતતા પર પ્રહાર કરતા કહ્યું કે, "અત્યારે માર્કેટમાં ભારે અંધેર નગરી જેવી સ્થિતિ છે. જે માલ ખરેખર નબળો છે તેની ખરીદી થઈ રહી છે અને જે સારો માલ છે તેને રિજેક્ટ કરાય છે. માવઠું અને ઝાકળને કારણે ઘઉંમાં કાળો દાણો પડવો સ્વાભાવિક છે. સરકાર અને નિગમ આ બધું જાણે જ છે. ખેતરેથી માલ લાવવાનો ખર્ચ 8 થી 15 હજાર રૂપિયા થાય છે. આટલા ખર્ચ પછી જો માલ રિજેક્ટ થાય તો ખેડૂત ક્યાં જાય? અમારી માંગ છે કે કાં તો દરેકનો માલ લેવાય અથવા નિયમોમાં પારદર્શિતા લાવવામાં આવે. ​માણેકવાડા ગામના જગદીશભાઈ જેસબાઈ સોનારા તંત્ર સામે રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું કે, "મેં ઘઉં સાફ કરાવીને લાવ્યા હોવા છતાં રિજેક્ટ કરાયા છે. મારાથી નબળા ઘઉં અહીં તોલાઈ રહ્યા છે, આ સીધો અન્યાય છે. આ સરકારની નબળાઈ છે કે ખેડૂતોને રઝળાવવામાં આવે છે. ટ્રેક્ટરનું ભાડું અને મજૂરી પેટે મેં ₹15,000 ખર્ચ્યા છે. અહીં 100 જેટલા ખેડૂતો અત્યારે હાજર છે જેઓ આ જ અન્યાય સામે લડી રહ્યા છે. વહીવટી તંત્રએ નાનો-મોટો ભેદભાવ રાખ્યા વગર દરેક ખેડૂતનો માલ તોલવો જોઈએ. ​એક સામાન્ય ખેડૂત જ્યારે યાર્ડમાં આવે છે ત્યારે તેની પાછળ હજારો રૂપિયાનું ભાડું, મજૂરી અને સાફ-સફાઈનો ખર્ચ લાગેલો હોય છે. આર્થિક ભીંસમાં રહેલો ખેડૂત જ્યારે આશા સાથે ટેકાના ભાવે વેચવા આવે છે અને ત્યાંથી નિરાશા મળે, ત્યારે તેની માનસિક સ્થિતિ અત્યંત કફોડી બની જાય છે. ખેડૂતોની એક જ માંગ છે કે નિયમોના નામે હેરાન કરવાનું બંધ કરો અને કુદરતી પરિસ્થિતિને સમજીને ખરીદીમાં પારદર્શિતા લાવો.ત્યારે તંત્ર આ મામલે ક્યારે જાગશે અને ખેડૂતોને ન્યાય આપશે તે હવે જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મુખ્યમંત્રીએ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભા યોજી, ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ
    Next Article
    રાજકોટમાં ABVPના ભાઈઓ-બહેનોની પોલીસે ટીંગાટોળી કરી:કોટેચા ચોકે GCAS પોર્ટલ ખાનગી યુનિ.માં લાગૂ કરવા, ફીમાં ઘટાડાની માંગણીને લઈ નારેબાજી કરતા 25 કાર્યકર્તાઓની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment