Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મુખ્યમંત્રીએ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભા યોજી, ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ

    5 days ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સાબરકાંઠાના હિંમતનગરની મુલાકાત લીધી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ તલોદ તાલુકાના રણાસણ રોડ થઈને હિંમતનગરમાં પ્રવેશ્યા હતા. તેમણે મહેતાપુરા ખાતે વોર્ડ નંબર 1માં કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. તેમની ઉપસ્થિતિમાં વિસ્તારના 20થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વિવિધ સમાજના અગ્રણીઓએ તેમને ચોપડા ભેટ આપ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ હિંમતનગરના ઉમિયા વિજય ટીપી રોડ પર વડગામના પૂર્વ ધારાસભ્ય મણી વાઘેલા અને પાલિકાના ઉમેદવાર અમૃત પુરોહિત સહિત સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી, જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મારુતિનગર વિસ્તારમાં નરનારાયણ સ્વામિનારાયણ મંદિરે સહકારી આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી હડિયોલ રોડ પર આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા હતા. અહીં તેમણે રાજ્ય સરકારે કરેલા વિકાસકામોની વાત રજૂ કરી હતી. તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા માટે વધુ મતદાન કરીને કમળને મત આપવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ટૂંકી મુલાકાત દરમિયાન કાર્યકરોને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી મતે વિજયી બનાવવા માટે મતદારોનો સતત સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, જિલ્લા પ્રમુખ કનુ પટેલ, મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ, સિદ્ધાર્થ પટેલ, ઘનશ્યામસિંહ ભાટી, શંભુ ભટ્ટ, અનિરુદ્ધ સોરઠીયા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર ગોપાલસિંહ રાઠોડ, ગાયત્રીબેન વાળંદ, તેજલ રાવલ, સાવના ડોડીયાર સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    KKRની ત્રીજી વિકેટ પડી:રહાણે, રઘુવંશી બાદ સેફર્ટ પણ આઉટ, અમદાવાદમાં GT જીતની હેટ્રિક લગાવવા તૈયાર
    Next Article
    ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ધાંધિયા:માર્કેટ યાર્ડમાં ગુણવત્તાના નામે ખેડૂતો સાથે પક્ષપાતનો આક્ષેપ; ‘નબળો માલ લેવાય છે ને સારો રિજેક્ટ થાય છે’, ખર્ચના ખાડામાં ઉતરેલો ખેડૂત લાચાર.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment