Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    KKRની ત્રીજી વિકેટ પડી:રહાણે, રઘુવંશી બાદ સેફર્ટ પણ આઉટ, અમદાવાદમાં GT જીતની હેટ્રિક લગાવવા તૈયાર

    5 days ago

    IPL 2026ની 25મી મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ટીમે અગાઉ મેચની પ્લેઇંગ 11માં એક ફેરફાર કર્યો છે. ફિલ એલનની જગ્યાએ ટિમ સીફર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ગુજરાતે કોઈ ફેરફાર કર્યો નથી. KKR એ આ સીઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાંથી તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ વરસાદને કારણે રદ રહી છે. બીજી તરફ, GT એ 4 મેચ રમી છે જેમાં તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હારી છે. ગુજરાતે તેની છેલ્લી બે મેચોમાં દિલ્હી અને લખનઉને હરાવ્યું છે. બન્ને ટીમની પ્લેઈંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર્સ: શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, માનવ સુથાર, ખજરોલિયા અને રાવત. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): ટિમ સેફર્ટ, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર),રોવમેન પોવેલ, કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વરુણ ચક્રવર્તી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી અને નવદીપ સૈની.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત બિલ 54 મતોથી નામંજૂર:તરફેણમાં 298, વિરોધમાં 230 મત પડ્યા; મોદી સરકાર પહેલીવાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ
    Next Article
    હિંમતનગરમાં મુખ્યમંત્રીએ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભા યોજી, ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment