Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ABVPના ભાઈઓ-બહેનોની પોલીસે ટીંગાટોળી કરી:કોટેચા ચોકે GCAS પોર્ટલ ખાનગી યુનિ.માં લાગૂ કરવા, ફીમાં ઘટાડાની માંગણીને લઈ નારેબાજી કરતા 25 કાર્યકર્તાઓની અટકાયત

    5 days ago

    રાજકોટ ABVP દ્વારા છેલ્લા 3 વર્ષથી GCASની ખામીઓને લઈને વારંવાર સરકારને રજુઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ પગલા લેવાયેલુ નથી. જેને લઈ રાજકોટમાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા આજે 17 એપ્રિલના કોટેચા સર્કલ ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરાયુ હતુ. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જે દરમિયાન ABVP ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર પોલીસે ABVPના યુવાનોની સાથે યુવતીઓની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવે ABVPના રાજકોટ મહાનગરના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં બે મુખ્ય માંગણીઓ છે. જેમાં GCAS પોર્ટલમાં તમામ ખાનગી યુનિવર્સિટીઓનો તાત્કાલિક સમાવેશ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલી ₹300ની ફી તાત્કાલિક ઘટાડવામાં આવે. જ્યારે બહેનોને ફીમાંથી મુક્તિ આપવામાં આવે. જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારો અલગ અલગ જગ્યાએ વિરોધ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન હાથ ધરાશે આ ધરણા પ્રદર્શન દરમિયાન છાત્ર નેતાઓ દ્વારા GCAS પોર્ટલની અપૂર્ણતા, ગેરવ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ મહાનગર મંત્રીએ ચેતવણી આપી હતી કે, જો વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાતના તમામ કેમ્પસ, યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ રસ્તા પર આવી સરકાર સમક્ષ વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં ધાંધિયા:માર્કેટ યાર્ડમાં ગુણવત્તાના નામે ખેડૂતો સાથે પક્ષપાતનો આક્ષેપ; ‘નબળો માલ લેવાય છે ને સારો રિજેક્ટ થાય છે’, ખર્ચના ખાડામાં ઉતરેલો ખેડૂત લાચાર.
    Next Article
    4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદારની ધરપકડ:મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી, ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી 5 વર્ષમાં 12 અધિકારી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment