Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદારની ધરપકડ:મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી, ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી 5 વર્ષમાં 12 અધિકારી ઝડપાયા

    5 days ago

    ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને તેમના વતી વહીવટ કરતા નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદને એસીબીએ રૂ. 4.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી હતી એક જાગૃત નાગરિકે તેમના પરિચિતના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામમાં કોઈ ક્ષતિ ન કાઢવા અને સાનુકૂળ અભિપ્રાય આપવા માટે નાયબ મામલતદાર વતી નિવૃત્ત પટાવાળાએ રૂ. 9.50 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. 4.50 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરતા પી.આઈ. કે.કે. દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા કોર્ટ પાર્કિંગ પાસે ફરિયાદીની ગાડીમાં બેસી જ્યારે આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને હાલ બંને આરોપીઓના નિવાસસ્થાને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આવક કરતા વધુ મિલકતો મળવાની શક્યતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 12 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કચેરી અને તાબાની ઓફિસોના અંદાજે 12થી વધુ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અગાઉ પણ નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓ એસીબીની જાળમાં સપડાઈ ચૂક્યા છે. આ સફળ ઓપરેશન એ.કે. પરમાર અને હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જેનાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ABVPના ભાઈઓ-બહેનોની પોલીસે ટીંગાટોળી કરી:કોટેચા ચોકે GCAS પોર્ટલ ખાનગી યુનિ.માં લાગૂ કરવા, ફીમાં ઘટાડાની માંગણીને લઈ નારેબાજી કરતા 25 કાર્યકર્તાઓની અટકાયત
    Next Article
    અમરાઈવાડી MLAએ વહીવટ કરીને ટિકિટ વહેચણી કર્યાનો BJP ગ્રૂપમાં આક્ષેપ:'પૈસાવાળા અને માનીતાને ગોઠવ્યા', ભાજપના મહિલા કાર્યકર્તાઓનો સો. મીડિયામાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment