Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરાઈવાડી MLAએ વહીવટ કરીને ટિકિટ વહેચણી કર્યાનો BJP ગ્રૂપમાં આક્ષેપ:'પૈસાવાળા અને માનીતાને ગોઠવ્યા', ભાજપના મહિલા કાર્યકર્તાઓનો સો. મીડિયામાં રોષ

    5 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની નારાજગી BJPના કાર્યકરોમાં યથાવત છે. ટિકિટ વહેચણીને લઈને ધારાસભ્યો પોતાના માનીતા લોકોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી સુધી રજૂઆત કરી હતી. ત્યારે તેમના જ લોકોને ગોઠવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલા કાર્યકર્તાઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. જેમાં સ્ક્રીનશોટ મુજબ, પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા નહીં પરંતુ પૈસાવાળા અને પોતાના માનીતા લોકોને જ ગોઠવવામાં આવ્યો હોવાના આક્ષેપો કરતા મેસેજ કર્યા છે. ટિકિટ વહેચણીમાં અમરાઈવાડીના ધારાસભ્યએ મોટો વહીવટ કર્યો હોવા અંગેનો પણ મેસેજ કરવામાં આવ્યો છે. 'અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી' અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં મહિલા કાર્યકર્તાઓએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી, વોર્ડમાં કોઈ કામમાં નથી આવ્યા બાયોડેટા નથી આપ્યો અને સેન્સ પણ નથી આપી છતાં પણ ટિકિટ આપી દેવામાં આવી છે. '2027માં પિક્ચર સાફ થઈ જશે', સો. મીડિયામાં મહિલાઓનો બળાપો ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજમાં ધારાસભ્ય જ બધું રાંધ્યું છે અને પીઠ પાછળ ઘા માર્યો છે એવું લખવામાં આવ્યું છે. વહીવટ પણ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્ષ 2027માં પિક્ચર સાફ થઈ જશે. સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં જે પ્રમાણે મહિલા કાર્યકર્તાઓએ બળાપો ઠાલવ્યો છે તેને જોતા મહિલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં અમરાઈવાડી વિસ્તારમાં ઉમેદવારોને લઈને ભારે નારાજ છે. આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ હિન્દી ભાષા લોકોનો પણ વોટ નથી જોઈતાં. પાર્ટીના સારા નહીં પરંતુ મારા જ લોકો જોઈએ છે એવો આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈને અમરાઈવાડી વિધાનસભામાં પણ ટિકિટ વહેંચણીને લઈને ખૂબ જ નારાજગી જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદારની ધરપકડ:મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા 9.50 લાખની લાંચ માંગી, ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી 5 વર્ષમાં 12 અધિકારી ઝડપાયા
    Next Article
    Fire broke out at Vishwakarma Apartment | વિશ્વકર્મા અપાર્ટમેન્ટમાં આગની ઘટના | Dahod | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment