Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સુરક્ષાનો કડક બંદોબસ્ત, રાજ્ય પોલીસ એલર્ટ મોડમાં; નિર્ભય મતદાન માટે ખાસ આયોજન

    6 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે, જ્યારે મહત્વના મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમો (QRT)ને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મતદારો નિર્ભય અને સ્વતંત્ર રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે રાજ્ય પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવતા ડીજીપી રાવે કહ્યું કે, “શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.” તમામ નાગરિકોને પણ શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ ચૂંટણી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા મોનિટરિંગ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસ દ્વારા તમામ નાગરિકોને પણ શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના ખાંભાની ભૂંડણી નદીમાં બે સગા ભાઈ ડૂબ્યા:નદી કાંઠે કપડાં ધોવા ગયેલી માતા સાથે ગયા હતા, રમતાં રમતાં ઊંડા પાણીમાં ગરકાવ, પરિવારે બે દીકરા ગુમાવ્યાં
    Next Article
    સરકારના 22 માર્ચના ગેઝેટ નોટિફિકેશનને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી:AIMIMને અમાન્ય પક્ષ ઘોષિત કરવા માંગ, ઉમેદવારો મનપાની ચૂંટણીઓમાં 1 ટેકેદારથી નહીં 10 ટેકેદારથી ફોર્મ ભરી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment