Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના ખાંભાની ભૂંડણી નદીમાં બે સગા ભાઈ ડૂબ્યા:નદી કાંઠે કપડાં ધોવા ગયેલી માતા સાથે ગયા હતા, રમતાં રમતાં ઊંડા પાણીમાં ગરકાવ, પરિવારે બે દીકરા ગુમાવ્યાં

    1 week ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માતા-પિતાએ પોતાના બંને સંતાનો ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું છે. રમતાં રમતાં ઊંડા પાણીમાં ગયા અને સર્જાયો પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂંડણી ગામની નદી કાંઠે માતા કપડાં ધોવા માટે ગયા હતા. તેમની સાથે તેમના બંને પુત્રો રુદ્ર નાજાભાઈ મહીડા (ઉ.વ.10),પાર્થ નાજાભાઈ મહિડા (ઉ.વ.8) પણ હતા. માતા જ્યારે કપડાં ધોવામાં વ્યસ્ત હતા, ત્યારે બંને બાળકો નદી કાંઠે રમતા રમતા ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. બાળકોને ડૂબતા જોઈ માતાએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ બંને બાળકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. પરિવાર સંતાન વિહોણો બન્યો આ કરુણ ઘટનામાં મહીડા પરિવારે પોતાના બંને પુત્રો ગુમાવ્યા છે. રુદ્ર અને પાર્થ આ પરિવારના માત્ર બે જ સંતાનો હતા, જેમના મોતના સમાચાર મળતા જ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. ધારાસભ્યએ શોક વ્યક્ત કર્યો ઘટના અંગે રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હીરા સોલંકીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "ભૂંડણી ગામની આ ઘટના અત્યંત દુઃખદ છે. મેં તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસન સાથે વાત કરી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. અમારી ટીમ પરિવારને તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે હોસ્પિટલમાં હાજર છે."
    Click here to Read More
    Previous Article
    ભરૂચના ઝાડેશ્વરમાં પોલિંગ સ્ટાફને ચૂંટણી તાલીમ અપાઈ:553 કર્મચારીઓએ ચૂંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન મેળવ્યું
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સુરક્ષાનો કડક બંદોબસ્ત, રાજ્ય પોલીસ એલર્ટ મોડમાં; નિર્ભય મતદાન માટે ખાસ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment