Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારના 22 માર્ચના ગેઝેટ નોટિફિકેશનને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી:AIMIMને અમાન્ય પક્ષ ઘોષિત કરવા માંગ, ઉમેદવારો મનપાની ચૂંટણીઓમાં 1 ટેકેદારથી નહીં 10 ટેકેદારથી ફોર્મ ભરી શકે

    6 days ago

    અમદાવાદથી શેખ મોહમ્મદ ઇરફાન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય, રાજ્ય ચૂંટણી આયોગ અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIMને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષ ગુજરાત હાઇકોર્ટમાં AIMIM ગુજરાતના તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવા ઇરફાન શેખ દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ AIMIM પાર્ટી ગુજરાતમાં અમાન્ય રાજકીય પક્ષ છે. ગુજરાતમાં 6% વોટ કે 3 MLA અથવા 1 MP આમ આ ત્રણ ચૂંટણી પંચના નિયમોમાંથી એક પણ નિયમનું પાલન AIMIM દ્વારા થયું નથી. અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્ય આ અરજીમાં ગુજરાત સરકારના 22 માર્ચ, 2026 ના ગેઝેટ નોટિફિકેશનને પડકારવા માટે કરવામાં આવી છે. જેમાં અરજદારે દાવો કર્યો છે કે 22 માર્ચ, 2026 ના જાહેરનામામાં AIMIM ને માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં આવ્યો છે. માન્ય પક્ષ હોવાને કારણે તેના મહાનગર પાલિકાની વર્તમાન ચૂંટણીઓમાં ઉમેદવારોને માત્ર એક જ ટેકેદાર દ્વારા ફોર્મ ભરવાની છૂટ મળી રહી છે, જ્યારે કાયદા મુજબ અમાન્ય પક્ષો માટે 10 ટેકેદારો હોવા અનિવાર્ય છે. જાહેરનામું રદ કરવાની માંગ અરજદાર મુજબ AIMIM ગુજરાત રાજ્યમાં માન્ય રાજકીય પક્ષ બનવાના માપદંડો પૂર્ણ કરતું નથી. આથી આ જાહેરનામું ગેરબંધારણીય અને ભેદભાવયુક્ત હોવાનું જણાવી તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે રાજ્ય સરકારના 22 માર્ચ, 2026 જાહેરનામાને રદ કરવામાં આવે અને AIMIMને આ ચૂંટણી માટે માન્ય રાજકીય પક્ષ તરીકે ગણવામાં ન આવે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સુરક્ષાનો કડક બંદોબસ્ત, રાજ્ય પોલીસ એલર્ટ મોડમાં; નિર્ભય મતદાન માટે ખાસ આયોજન
    Next Article
    ટીપી સ્કીમ-5 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:40% જમીન મફત આપવા સાથે 900 કરોડના ડેવલોપમેન્ટ ચાર્જ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment