Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારના લીરા ઉડાવનાર સામે કાયદાનો સકંજો કશાશે:પોસ્ટરબાજી અને આડેધડ બેનરો પર પ્રતિબંધ, લોકશાહી પર્વની મર્યાદાનું પાલન કરવા કલેકટરનો આદેશ

    5 days ago

    ગાંધીનગરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ યોજાવાની છે. કલોલ અને દહેગામ નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણી પ્રચારના નામે થતા જાહેર મિલકતોના બગાડ અને કાયદાના ઉલ્લંઘન સામે લાલ આંખ કરી છે. ગાંધીનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલેએ જાહેરનામું બહાર પાડીને ચૂંટણી પ્રચારના નિયમોમાં ધરખમ સુધારા સાથે કડક પાલનના આદેશો આપ્યા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોનું મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ લોકશાહીના પર્વમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ સામાન્ય રીતે ચૂંટણીઓ આવતા જ શહેરની દીવાલો પોસ્ટરોથી ભરાઈ જતી હોય છે અને સરકારી કચેરીઓ કે વીજળીના થાંભલાઓ પર પક્ષીય પ્રતીકોના તોરણો ઝૂલવા લાગે છે. પરંતુ આ વખતે સરકારી મકાનો, રોડ-રસ્તા, ટેલિફોન અને ઈલેક્ટ્રિક થાંભલા, એસ.ટી. બસ સ્ટોપ કે સરકારી વાહનો પર લખાણ લખવા કે પોસ્ટર ચોંટાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત આ ઉપરાંત ખાનગી મિલકતોના ઉપયોગ બાબતે પણ નિયમો વધુ ચુસ્ત બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર કે સમર્થક કોઈની ખાનગી માલિકીની દીવાલ કે જમીન પર પ્રચાર સામગ્રી લગાવવા માંગતા હોય તો મિલકત માલિકની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મકાન માલિકની અનિચ્છા હોવા છતાં રાજકીય પ્રભાવ હેઠળ બેનરો લગાવી દેવામાં આવે છે, જેના પર હવે કાનૂની રોક લાગશે. 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીં આ સિવાય હોર્ડિંગ્સ અને કટઆઉટના કદમાં પણ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે. 15 ફૂટ બાય 8 ફૂટથી મોટા હોર્ડિંગ્સ અને 8 ફૂટથી ઊંચા કટઆઉટ પ્રચાર માટે વાપરી શકાશે નહીં. પ્રચાર માટે જે કંઈ પણ સામગ્રી તૈયાર કરવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો પડશે. એટલું જ નહીં જેવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ તમામ પ્રચાર સામગ્રી હટાવીને મિલકતોને તેની મૂળ સ્થિતિમાં લાવવાની જવાબદારી પણ ઉમેદવારે ઉઠાવવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરશે તો દંડ અને જેલની સજા આ આદેશ આગામી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ કે પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે. વહીવટી તંત્રએ આ આદેશના અમલીકરણ માટે પોલીસ તંત્રને પણ સજ્જ કર્યું છે. જેના માટે હેડ કોન્સ્ટેબલથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કોલક દરિયાકિનારે કસ્ટમ વિભાગની કાર્યવાહી:દમણથી બોટમાં લવાતો 69.68 લાખનો દારૂ ઝડપ્યો, 8 શખ્સોની ધરપકડ
    Next Article
    ગીરસોમનાથમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:1005 મતદાનમથકો પર 26 એપ્રિલે મતદાન, તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment