Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરસોમનાથમાં ચૂંટણી માટે તંત્ર સજ્જ:1005 મતદાનમથકો પર 26 એપ્રિલે મતદાન, તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ

    5 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લામાં 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકમાં કુલ મતદાન મથકોમાંથી ખાસ કરીને ચારથી વધુ પોલિંગ બૂથ ધરાવતા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે ગણવાનો નિર્ણય લેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વિસ્તારોને વિશેષ નજર હેઠળ રાખવામાં આવશે. ચૂંટણી દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓને આચારસંહિતા મુજબ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક તબક્કે ચૂંટણી પ્રક્રિયા અવરોધ વિના પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. સંવેદનશીલ વિસ્તારોમાં માર્ચપાસ્ટ સહિતના પગલાં લેવામાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરાશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1010 મતદાન મથકો હતા, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે 1005 મતદાન મથકો પર 26 એપ્રિલે મતદાન થશે. તમામ મથકો પર ઈવીએમ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તાલુકાવાર આયોજન સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારના લીરા ઉડાવનાર સામે કાયદાનો સકંજો કશાશે:પોસ્ટરબાજી અને આડેધડ બેનરો પર પ્રતિબંધ, લોકશાહી પર્વની મર્યાદાનું પાલન કરવા કલેકટરનો આદેશ
    Next Article
    Election boycott in Rajkot | ધોરાજી તાલુકાનું સુપેડી ગામ વિવાદનું કેન્દ્ર બન્યું | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment