Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કોલક દરિયાકિનારે કસ્ટમ વિભાગની કાર્યવાહી:દમણથી બોટમાં લવાતો 69.68 લાખનો દારૂ ઝડપ્યો, 8 શખ્સોની ધરપકડ

    5 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલસાડ કસ્ટમ્સ વિભાગે કોલક જેટી પાસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. 'જય જલારામ' નામની શંકાસ્પદ બોટમાંથી 69.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગની ટીમ 16 એપ્રિલે પેટ્રોલિંગમાં હતી ત્યારે દમણ તરફથી આવતી એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. અધિકારીઓએ બોટને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે બોટ ભગાડી હતી. ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને સમુદ્રમાં જ બોટને આંતરી લીધી હતી. જોકે, ઓટ હોવાને કારણે બોટને તરત કાંઠે લાવી શકાઈ ન હતી, પરંતુ મધરાતે ભરતી આવતા તેને કોલક જેટી પર લાંગરવામાં આવી હતી. બોટ (IND GJ-15-MM-0613) ની તપાસ કરતા તેના કોલ્ડ રૂમમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 555 બોક્સમાં ભરેલી 18,672 બોટલ/ટીન (5,358.48 લિટર) દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 69,68,880 રૂપિયા છે. આ ઉપરાંત, 7,00,000 રૂપિયાની બોટ અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 76.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્થળ પરથી 8 શખ્સોની ધરપકડ કરી છે : દારૂનો આ આ જથ્થો ભરી આપનાર કિરીટ રમેશ હળપતિ (દમણ) વોન્ટેડ છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, વોન્ટેડ આરોપી કિરીટે આ દારૂનો જથ્થો દમણની હર્ષ કેમિકલ કંપની પાસે નદીમાં ઊભેલી બોટમાં ભરાવ્યો હતો. આ દારૂ દરિયાઈ માર્ગે નવસારી પહોંચાડવાનો હતો. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ અગાઉ પણ બે વાર સુરતના ઓલપાડ ખાતે દારૂ ખાલી કરી ચૂક્યા છે. હાલ પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    24 વર્ષથી જૂનાગઢ મનપામાં વિજિલન્સ બ્રાન્ચ મુદ્દે વિવાદ:'પહેલા બ્રાન્ચ હતી' એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરના દાવાને કમિશનરે નકાર્યો
    Next Article
    ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારના લીરા ઉડાવનાર સામે કાયદાનો સકંજો કશાશે:પોસ્ટરબાજી અને આડેધડ બેનરો પર પ્રતિબંધ, લોકશાહી પર્વની મર્યાદાનું પાલન કરવા કલેકટરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment