Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:વાછકપર બેડી ગામેથી પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, પિયર પક્ષના ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ

    1 week ago

    મૂળ મોરબીના અને હાલ રાજકોટના વાછકપર બેડી ગામમાં રહેતા રોનીલભાઈ ચંદ્રાલાના ઘરમાં ઘુસી તેમની પત્નીનું અપહરણ કરી લઇ જતા પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપભાઇ ધોડાસરા વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે 6 મહિના પહેલા મોરબીની યુવતી સાથે પ્રેમલગ્ન લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી યુવતીના પરિવારજનો સમાધાન કરવા બહાને ઘરે આવી પત્નીને અપહરણ કરી લઇ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મોરબીના વતની અને હાલ રાજકોટમાં રહેતા 27 વર્ષીય રોનીલભાઈ અમૃતભાઈ ચંદ્રાલાએ આ મામલે પોતાના પત્નીના સંબંધીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોનીલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે છ મહિના પૂર્વે મોરબીની ઇશીતા કુકરવાડીયા સાથે પ્રેમસંબંધ હોવાથી ફેબ્રુઆરી 2026માં અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. ગત 14.04.2026ની રાત્રે 12.45 વાગ્યા આસપાસ ફરિયાદી રોનીલભાઈ તેમના પરિવાર સાથે વાછકપર બેડી ગામે ઘરે હાજર હતા, ત્યારે પત્નીના પિયર પક્ષના સભ્યો ધસી આવ્યા હતા. જેમાં પત્નીના મોટા બાપુ કિશોરભાઈ કુકરવાડીયા, તેમનો પુત્ર જય, મામાનો દીકરો આકાશ ગામી અને ફઈનો દીકરો કુલદીપ ધોડાસરા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તમામ શખ્સોએ ફરિયાદીના પરિવારને બિભત્સ ગાળો આપી ધાકધમકી આપી હતી. દરમિયાન આકાશ નામના શખ્સે ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે કિશોરભાઈએ રોનીલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇશીતાબેનને પોતાની સાથે ઘરે આવવા દબાણ કર્યું હતું. ​આ હુમલા બાદ આરોપીઓ ઇશીતાબેનને બળજબરીથી પકડીને ઘરની બહાર લઈ ગયા હતા અને ત્યાં ઉભેલી એક ફોર-વ્હીલર કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ઘરમેળે સમાધાનની વાતો ચાલતી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ બે દિવસ વિતવા છતાં પત્નીનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે કાયદાનો આશરો લીધો છે. હાલ કુવાડવા પોલીસે આ મામલે BNSની કલમ 140(3), 115(2), 352 અને 127(3) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'લોકશાહી બચાવો'ના નારા સાથે કોંગ્રેસના ઉગ્ર ધરણા:'ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે', અમિત પટેલનો આક્ષેપ-ફોર્મ ખેંચાવવા ભાજપે ગુંડાતત્વોનો સહારો લીધો
    Next Article
    'તું હરાવવા બધા પ્રયત્ન કરી લે, તારો પર્સનલ હિસાબ કરીશ':વોર્ડ-10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનો આડિયો વાઈરલ, કહ્યું-'મીડિયાના બાપથી નથી ડરતો, તું કઈ વાડીનો છે?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment