Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલી કાર ઝડપાઈ:અર્ટીકા કારમાંથી 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ, ત્રણ ફરાર

    3 days ago

    વેળાવદર (સનેસ) પોલીસ સ્ટેશનની ટીમે દારૂના દૂષણ પર પ્રહાર કરતા ભાવનગર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વેળાવદર ભાલ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર વેળાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ગોરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન હેડ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 751 પર આવેલી ક્રિષ્ના હોટલ પાસે વોચ ગોઠવી હતી, ​તપાસ દરમિયાન પોલીસે દારૂની હેરફેર માટે વપરાતી એક અર્ટીકા કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 528 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,93,200 થાય છે, ​પોલીસે સ્થળ પરથી કીશન લાલજીભાઈ ચૌહાણ રહે. અક્ષરપાર્ક, ભાવનગર ને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂના આ કારોબારમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સોઓમાં ઋતુરાજસિંહ ઝાલા રહે.લીંબડી, સુરેન્દ્રનગર, ગોપાલ પ્રાગજીભાઈ મકવાણા રહે.અક્ષરપાર્ક તથા દેવ રાઠોડ રહે.અક્ષરપાર્ક ત્રણેય શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ​ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 528 કિં.રૂ.1,93,200, એક ​મોબાઇલ ફોન કિં. રૂ.5,000 તથા ​અર્ટીકા કાર કિં.રૂ.8,00,000 મળી કુલ મુદ્દામાલ રૂ.9,98,200 ના મુદ્દામાલ ઝડપી લીધો હતો, ​વેળાવદર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી તાળા તોડી લોકો રહેવા આવી ગયા:શાહપુરમાં EWS આવાસ યોજનામાં બંધ મકાનોમાં લોકોએ કબજો જમાવ્યો, હવે પોલીસ ફરિયાદ નોંધાશે
    Next Article
    अमेरिका के हमले में मारे गए तीन भारतीय, हॉर्मुज़ की लड़ाई में किस पर है निशाना?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment