Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ:રાધા કૃષ્ણ, હવેલી અને ઝીણીપોળ રામજી મંદિરોમાં જન્મોત્સવ; કથા અને હીંગળાચાચરમાં મટકી ફોડ યોજાઈ

    8 hours ago

    પાટણ શહેરમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરના રાધા કૃષ્ણ મંદિર, હવેલી મંદિર અને સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળોએ બાલ કૃષ્ણની આરતી અને પારણા ઝુલાવી જન્મોત્સવ મનાવાયો. પવિત્ર શ્રાવણ માસમાં પાટણના નગરજનો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે પણ નગરજનોએ પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરી હતી. પાટણના વિવિધ કૃષ્ણ મંદિરોમાં ઉજવણી થઈ હતી. કેટલાક કૃષ્ણ ભક્તોએ વર્ષોની પરંપરા મુજબ પોતાના ઘરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ભક્તોએ 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી'ના નાદ સાથે ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના અને મહાઆરતી કરી તેમને હિંડોળે ઝુલાવ્યા હતા. રાસ ગરબા પણ યોજાયા હતા. પાટણ શહેરના હીંગળાચાચર પાસે આવેલા રાધા કૃષ્ણ મંદિરમાં ફૂલોની સુંદર આંગી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેના દર્શનનો લાભ ભક્તોએ લીધો હતો. પાટણના દ્વારકાધીશ મંદિર, બાલ કૃષ્ણ હવેલી મંદિર અને ગિરધારી મંદિર ખાતે પણ જન્માષ્ટમી પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી થઈ. આ ત્રણેય હવેલી મંદિરોમાં રાત્રે 12:39 કલાકે કૃષ્ણ જન્મોત્સવ મનાવાયો. પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે ભક્તજનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પણ ઉજવાયો. બાલ કૃષ્ણનું પારણું ઝુલાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો. ત્યારબાદ બાળકો દ્વારા મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિસ્તારના ધર્મપ્રેમી રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો. બલીયા પાડા ચોકમાં પણ મટકી ફોડ યોજાઈ હતી. પદ્મનાથ મંદિર સહિત છીડિયા ચોકમાં મહિલાઓએ કાનુડા મૂકી ગરબે રમી રાત્રે મટકી ફોડી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલી મેળામાં ઉર્જામંત્રી વેકરિયા દીકરી સાથે મેળામા મહાલ્યાં:ટિકિટ ખરીદીને રાઈડ્સની મોજ માણી, લાઈનમાં ઊભા રહીને જાતે ટિકિટ ખરીદી
    Next Article
    દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાના સૈન્ય અડ્ડામાં ભારે વિસ્ફોટ:10થી વધુ લોકોનાં મોત, 58 ઘાયલ; ફટાકડા રાખવાની જગ્યાએ થયો વિસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment