Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લોકશાહી બચાવો'ના નારા સાથે કોંગ્રેસના ઉગ્ર ધરણા:'ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે', અમિત પટેલનો આક્ષેપ-ફોર્મ ખેંચાવવા ભાજપે ગુંડાતત્વોનો સહારો લીધો

    1 week ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતી કથિત ગેરરીતિઓ અને દબાણની રાજનીતિ સામે આજે જૂનાગઢના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો' અભિયાન હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ધરણા પર બેસી ભાજપ સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહીની જાહેરમાં હત્યા થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને ફોર્મ ખેંચવાની પ્રક્રિયા સુધી સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપના ઈશારે સરકારી અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યા છે. ​ધરણા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, લોકશાહીના મૂલ્યોને નેવે મૂકીને ગુંડા તત્વો દ્વારા ઉમેદવારોને ધમકીઓ આપી ફોર્મ પાછા ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. અમિત પટેલે સવાલ ઉઠાવ્યો હતો કે, "જો ભારતીય જનતા પાર્ટી પાસે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સત્તા હોય, તો તેમને વિપક્ષના ઉમેદવારોથી આટલો બધો ડર શેનો છે?" ભાજપ દ્વારા ઊભા કરવામાં આવેલા ડરના માહોલથી સામાન્ય નાગરિકો હેરાન-પરેશાન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ, આજે સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો પર ધરણાના કાર્યક્રમો યોજાયા છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ભાજપની ‘તાનાશાહી’ સામે રોષ ઠાલવ્યો હતો. નેતાઓએ ભારપૂર્વક કહ્યું કે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહીં લોકશાહીના મૂલ્યોનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ​કોંગ્રેસના આ ધરણા પ્રદર્શનને પગલે ગાંધી ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ અંતમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના હરણકુઈમાં ભંગારના ડેલામાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ફાયર ઘટનાસ્થળે
    Next Article
    કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:વાછકપર બેડી ગામેથી પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ, પિયર પક્ષના ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment