Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઋષિકેશ પટેલ સમાજનું કામ કરતા નથી, રાજ્યનું શું કામ કરશે':ધારાસભ્યએ વહીવટ કરીને ટિકિટ વહેચણી કર્યાનો આક્ષેપ, અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની નારાજગી BJPના કાર્યકરોમાં યથાવત છે. ટિકિટ વહેચણીને લઈને ધારાસભ્યો પોતાના માનીતા લોકોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી સુધી રજૂઆત કરી હતી. ત્યારે તેમના જ લોકોને ગોઠવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલા કાર્યકર્તાઓએ પોતાનો રોષ હાલ આવ્યો છે. જેમાં સ્ક્રીનશોટ મુજબ, ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી શકતા નથી, તો રાજ્યનું શું કામ કરશે. પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા નહીં પરંતુ પૈસાવાળા અને પોતાના માનીતા લોકોને જ ગોઠવવામાં આવ્યો હોવાના આક્ષેપો કરતા મેસેજ કર્યા છે. ટિકિટ વહેચણીમાં ધારાસભ્યએ મોટો વહીવટ કર્યો હોવા અંગેનો પણ મેસેજ કરવામાં આવ્યો છે. 'અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી' અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં મહિલા કાર્યકર્તાઓએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. અમરાઈવાડી વોર્ડની મહિલા ઉમેદવાર સક્રિય સભ્ય નથી, વોર્ડમાં કોઈ કામમાં નથી આવ્યા બાયોડેટા નથી આપ્યો અને સેન્સ પણ નથી આપી છતાં પણ ટિકિટ આપી દેવામાં આવી છે. 'ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી શકતા નથી, તો રાજ્યનું શું કામ કરશે' સ્ક્રીનશોટ મુજબ વધુમાં, જેના ઉપર વિશ્વાસ મૂક્યો એમણે જ કામની કદર કરી નથી. સક્ષમ પૈસાવાળા લોકો જ ચાલે છે. પાર્ટીના સિનિયર અને વફાદાર લોકો જોઈતા નથી. રાજ્યના મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ વિશે પણ ગ્રુપમાં મેસેજ લખવામાં આવ્યો છે કે, ઋષિકેશ પટેલ સમાજનું કામ કરી નથી શકતા તો રાજ્યનું શું કામ કરશે. '2027માં પિક્ચર સાફ થઈ જશે', સો. મીડિયામાં મહિલાઓનો બળાપો ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજમાં ધારાસભ્ય જ બધું રાંધ્યું છે અને પીઠ પાછળ ઘા માર્યો છે એવું લખવામાં આવ્યું છે. વહીવટ પણ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વર્ષ 2027માં પિક્ચર સાફ થઈ જશે. સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં જે પ્રમાણે મહિલા કાર્યકર્તાઓએ બળાપો ઠાલવ્યો છે તેને જોતા મહિલા કાર્યકર્તાઓ આગામી ચૂંટણીમાં અમરાઈવાડી વિસ્તારમાં ઉમેદવારોને લઈને ભારે નારાજ છે. આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ હિન્દી ભાષા લોકોનો પણ વોટ નથી જોઈતાં. પાર્ટીના સારા નહીં પરંતુ મારા જ લોકો જોઈએ છે એવો આક્ષેપો કરતા મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈને અમરાઈવાડી વિધાનસભામાં પણ ટિકિટ વહેંચણીને લઈને ખૂબ જ નારાજગી જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    મહાદેવનગરમાં રહેણાંક મકાન પર પોલીસની રેડ:30 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર
    Next Article
    પંચમહાલ ભાજપના 17 કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment