Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ભાજપના 17 કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

    6 days ago

    પંચમહાલ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 17 કાર્યકરોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક વલણ અપનાવી આ કાર્યવાહી કરી છે. આ કાર્યકરોને પક્ષ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ થયા હતા. નારાજગીના કારણે કેટલાક કાર્યકરોએ અન્ય પક્ષ (કોંગ્રેસ) માંથી અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કેટલાક કાર્યકરો પક્ષમાં રહીને જ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને મદદ કરતા હોવાનું પક્ષના ધ્યાન પર આવ્યું હતું. સસ્પેન્ડ કરાયેલા કુલ 17 કાર્યકરોમાં કાલોલના 6, મોરવા હડફના 4, ઘોઘંબાના 4 અને ગોધરા નગરપાલિકાના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યકરોએ પક્ષના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ભાજપના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા સંગઠન દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હતી. પક્ષમાં શિસ્ત જાળવવા અને બગાવત કરનારાઓને કડક સંદેશ આપવાના હેતુથી આ તમામ 17 વ્યક્તિઓને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 5 વર્ષ માટે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
    Click here to Read More
    Previous Article
    'ઋષિકેશ પટેલ સમાજનું કામ કરતા નથી, રાજ્યનું શું કામ કરશે':ધારાસભ્યએ વહીવટ કરીને ટિકિટ વહેચણી કર્યાનો આક્ષેપ, અમદાવાદ ભાજપમાં આંતરિક વિખવાદ
    Next Article
    શહેર ભાજપે કર્યો ચૂંટણી ઢંઢોરો જાહેર:પાણી, રોડ, ડ્રેનેજ અને પર્યાવરણ પર ભાર, 250 MLD વધુ પાણી અને 2 લાખ વૃક્ષો વાવવાનો વાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment