Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર ભાજપે કર્યો ચૂંટણી ઢંઢોરો જાહેર:પાણી, રોડ, ડ્રેનેજ અને પર્યાવરણ પર ભાર, 250 MLD વધુ પાણી અને 2 લાખ વૃક્ષો વાવવાનો વાયદો

    6 days ago

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની આગામી 2 એપ્રિલના રોજ યોજવામાં આવશે ત્યારે વડોદરા શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. શહેરીજનોને હાલમાં સૌથી વધુ મુશ્કેલી પાણીની પડી રહી છે જેથી ચૂંટણી ઢંઢેરામાં સૌથી પહેલા પાણીની સમસ્યા હાલ કરવા માટેનો વાયદો કરાયો છે. આગામી દિવસમાં વસ્તી મુજબ 200થી 250 MLD પાણી વધુ મળતું થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવી ટેક્નોલોજીથી રોડ બનાવવામાં આવશે શહેર અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નિતનવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ રોડને નવી ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવશે જેથી રોડ ઉપર રોડનું લેયર આવે તો અન્ય વિસ્તાર નીચાણમાં ન જતો રહે. આ ઉપરાંત નવા બ્રિજની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં તે કામગીરીને પણ આગળ ધપાવવામાં આવશે. વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહેલા શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી તેના કારણે નદીની વાહનક્ષમતામાં વધારો થયો છે. 1500 કયૂમેક પાણી વધુ વહી શકે તેવી વ્યવસ્થા થઇ ચુકી છે. શહેરને પુરમાંથી બચાવવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું હતું. 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન વડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ અર્બન ફોરેસ્ટ ઉભા કરવા ઉપરાંત લિનિયર પાર્ક બનાવવાનું પણ આયોજન છે. શહેરમાં ઇલેક્ટ્રિક બસ મારફતે ટ્રાન્સપોર્ટેશન શરુ થશે આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ 2 લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરાની મોટી મોટી જાહેરાત
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ભાજપના 17 કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી
    Next Article
    અમદાવાદમાં AAPની બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ:ગોપાલ રાય એ કહ્યું- તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને મેદાનમાં ઉતરશે, ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment