Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં AAPની બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ:ગોપાલ રાય એ કહ્યું- તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને મેદાનમાં ઉતરશે, ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે

    6 days ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતાં આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આજે AAP દ્વારા ‘બૂથ મેનેજમેન્ટ ટ્રેનિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે હાજરી આપી અને ઉમેદવારો તથા કાર્યકર્તાઓને ચૂંટણી માટેની વ્યૂહરચના સમજાવી હતી. તેમની સાથે મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, દિલ્હી ધારાસભ્ય સંજીવ ઝા, ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ રાયે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દરેક બૂથ પર મજબૂત સ્થિતિમાં છે અને તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણીમાં ઉતરશે. તેમણે ભાજપના લાંબા સમયથી ચાલી રહેલા શાસનને શોષણનું શાસન ગણાવીને તેને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે કાર્યકર્તાઓમાં જોશ અને આત્મવિશ્વાસ ભરીને કહ્યું કે અમદાવાદમાં પરિવર્તન લાવવા માટે પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ છે અને આ ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવામાં આવશે. AAPના ઉમેદવારો અને બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપતાં તેમણે જીત માટે સંપૂર્ણ તાકાતથી કામ કરવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શહેર ભાજપે કર્યો ચૂંટણી ઢંઢોરો જાહેર:પાણી, રોડ, ડ્રેનેજ અને પર્યાવરણ પર ભાર, 250 MLD વધુ પાણી અને 2 લાખ વૃક્ષો વાવવાનો વાયદો
    Next Article
    વોર્ડ-18માંથી ફોર્મ પાછું ખેચા બાદ પહેલુ નિવેદન:સંજય રામાનદીનો આક્રોશ, "મને માતાજીના બકરાની જેમ હોમી દેવાય છે, હવે જુબાન ખોલી તો મુશ્કેલી થશે"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment