Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરાલુમાંથી હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાયો:લીમડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 18 જુગારીઓને દબોચ્યા; 24 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લીમડી ગામે આવેલ ખેતરમાં ચાલી રહેલા મોટા પાયે જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સફળ દરોડો પાડી જુગાર રમાડનાર અને રમનાર મળી કુલ 18 આરોપીઓને સ્થળ પરથી રોકડ રકમ, ફોર-વ્હીલર, રીક્ષા તથા મોટરસાયકલ સહિત લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. લીમડી ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી SMCના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ કલ્યાણસિંહ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, વડનગરનો મુકેશકુમાર ઇન્દુલાલ સલાટ લીમડી ગામે લીલાજી રયાજી ઠાકોરના ખેતરમાં પતરા વાળી ઓરડી પાસે બહારથી માણસો બોલાવી પૈસાની હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પંચો સાથે રાખી દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે 18 શખ્સોને ઘેરીને પકડી પાડ્યા હતા, જ્યારે ખેતર માલિક લીલાજી ઠાકોર અને અન્ય 8 થી 10 અજાણ્યા શખ્સો વાહનો લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી તેમજ આરોપીઓની અંગઝડતીમાં રોકડા રૂ.1,26,090 અને રૂ.62,000ની કિંમતના 16 મોબાઇલ ફોન, 4 ચાર-વ્હીલર ગાડીઓ (જેમાં સ્કોર્પિયો, ક્રેટા, નેનો અને વેગનઆર) કિંમત રૂ.21,30,000 ઉપરાંત 1 સીએનજી રિક્ષા કિંમત રૂ.1 લાખ તેમજ 3 સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂ.45 હજાર તથા જુગારના બોર્ડ, કોઈન્સ અને 258 પેક ગંજીપાના કેટો સહિત કુલ રૂ.24,63,090 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ ફરાર આરોપીઓ લીલાજી રયાજી ઠાકોર (રહે. લીમડી, તા. ખેરાલુ, ખેતર માલિક), ત્રણ મોટરસાયકલના માલિકો તથા નાસી ગયેલા અન્ય 10 જેટલા અજાણ્યા શખ્સો સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ ઓમકારસિંહ સીસોદીયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીના જન્મદિવસે પતિએ ઝેર ગટગટાવ્યું:ત્રીજા દિવસે વિરહમાં પરિણીતાએ પણ પિયરમાં જીવન ટૂંકાવ્યું, સુરતમાં હૈયું કંપાવનારી ઘટના
    Next Article
    Ex-India Star Prefers Sanju Samson Over Vaibhav Sooryavanshi As India's T20I Opener, Gives Reason

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment