Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાયડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું:હેલિપેડ પર ઉડાન ભરતા પહેલાં ટેક્નિકલ ખામીને કારણે ગ્રાઉન્ડેડ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના

    1 week ago

    અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે સાઠંબા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં શુક્રવારે અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાયડ હેલિપેડ પર ઉડાન ભરતા પહેલા જ હેલિકોપ્ટરમાં ક્ષતિ જણાતા પાયલોટે સુરક્ષાના કારણોસર ઉડાન ભરવાનો ઇનકાર કર્યો હતો. આ સ્થિતિમાં મુખ્યમંત્રીને તેમનો સાબરકાંઠાનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ કરવાની ફરજ પડી હતી. સભા સંબોધી હિંમતનગર જતા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રચાર અભિયાન હેઠળ ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત સાઠંબા તાલુકા મથકે 'વિકાસ સંકલ્પ સભા' સંબોધવા આવ્યા હતા. તેઓ સવારે હેલિકોપ્ટર મારફતે સમયસર બાયડ પહોંચ્યા હતા અને ત્યાંના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કર્યા હતા. ટેક્નિકલ ટીમ કાર્યરત બાયડમાં સભા પૂર્ણ કર્યા બાદ જ્યારે તેઓ આગળના કાર્યક્રમ માટે સાબરકાંઠા જવા રવાના થવાના હતા, ત્યારે હેલિપેડ પર હેલિકોપ્ટરમાં ક્ષતિ હોવાનું જણાયું હતું. ટેક્નિકલ ખામીની ગંભીરતા જોતા પાયલોટે હેલિકોપ્ટર ઉડાડવા અસમર્થતા દર્શાવી હતી. છેવટે સમયનો બચાવ કરવા મુખ્યમંત્રીએ બાય રોડ સાબરકાંઠા જવાનો નિર્ણય લીધો હતો. હાલમાં ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને હેલિકોપ્ટરના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપના ગ્રુપના સ્ક્રીનશોટ વાઇરલ:સુરતમાં BJPના ઉમેદવારોનો વિરોધ, રાજકોટમાં લોહાણા સમાજ ભાજપની નારાજ
    Next Article
    મજૂર યુવાનની કરપીણ હત્યા.:​જૂનાગઢના ડુંગરપુર પાસે 40 વર્ષીય યુવાનની લાકડી-ધોકાના ફટકા મારી હત્યા, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment