Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી જાહેરાત પહેલાં BJPના પૂર્વ કોર્પોરેટર સામે નાગરિકોનો રોષ:સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માંગ્યું, સોસાયટીમાં ગટરના કામની રજૂઆત કરતા થઈ મારામારી

    9 hours ago

    આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 5 વર્ષથી રજૂઆતો છતાં કામ ન કર્યું નાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પાંચ વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષ રજૂઆતો છતાં ના કર્યું કામ જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરને કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનો સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે. ‘હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી’ સૈજપુર બોઘા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સાથે સ્થાનિક નાગરિકો કામ બાબતે કરી રહેલી બોલાચાલી અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યભાસ્કર દ્વારા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે તેમના પતિ સુરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર LCBએ બે ચોરાયેલી બાઇક સાથે એક શખસને ઝડપ્યો:બાકોર વિસ્તારમાંથી આરોપી ઝડપાયો, અમદાવાદ ગ્રામ્યમાં ગુનો નોંધાયો હતો
    Next Article
    50 Days In Prison, 25 In Hotel, 19 Hours On Bus: Indian Man Returns From Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment