Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આવતીકાલે યોજાશે રઘુવંશી સ્વાભિમાન સંમેલન:ભાજપે ટિકિટ ફાળવણીમાં લોહાણા સમાજની અવગણના કરી એક પણ પુરુષને ઉમેદવાર ન બનાવતા આગામી સમયમાં મહાસંમેલન યોજવામાં આવશે

    1 week ago

    રાજકોટ મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદી સામે આવતા જ શહેર ભાજપમાં નારાજગીના સુર જોવા મળ્યા હતા વોર્ડમાં આગેવાનોની નારાજગી બાદ હવે શહેરમાં કેટલાક જ્ઞાતિ સમીકરણો આધારે સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે ભાજપ દ્વારા એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં ન આવતા લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આ માટે આવતીકાલે રાત્રે રઘુવંશી સ્વાભિમાન સંમેલન અંગે બેઠક બોલાવવામાં આવી છે જેમાં આગામી સમયમાં મહાસંમેલન અંગે ચર્ચા વિચારણા અને કાર્યક્ર્મ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1,2,3 અને 14માં લોહાણા સમાજની વસ્તી હોવા છતાં ટિકિટ ફાળવણી ન કરી સમાજની અવગણના કરવામાં આવી હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ કે.ડી રઘુવંશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 26 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં લોહાણા સમાજની બાદબાકી કરી સમાજની અવગણના કરવામાં આવી છે. માત્ર 3 મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવી એક પણ પુરુષ ઉમેદવારને ટિકિટની ફાળવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી નથી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના વોર્ડ નંબર 1, 2, 3, અને 14માં લોહાણા સમાજના મતદારો વસવાટ કરી રહ્યા છે. વિધાનસભા પશ્ચિમ વિસ્તારમાં કુલ 70,000થી વધુ મતદારો રહે છે આમ છતાં આ વિસ્તારમાં એક પણ લોહાણા સમાજના પુરુષ આગેવાનને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપના આ નિર્ણયથી સમાજમાં નારાજગી છે માટે આવતીકાલે ખાસ રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં રઘુવંશી સ્વાભિમાન મહા સંમેલન બોલાવવામાં આવશે આ માટે ચર્ચા વિચારણા આવતીકાલની બેઠકમાં કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં પોલીસ- ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ:GCAS પોર્ટલની ખામીઓ અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ ABVPનું આક્રમક આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત
    Next Article
    ABVPનું GCAS પોર્ટલ મુદ્દે ગોધરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન:ખાનગી યુનિવર્સિટીઓ અને ફી મુદ્દે માંગણીઓ રજૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment