Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પોલીસ- ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ:GCAS પોર્ટલની ખામીઓ અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ ABVPનું આક્રમક આંદોલન કરતા પોલીસે કાર્યકરોની અટકાયત

    6 days ago

    ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટેના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલમાં જોવા મળતી ખામીઓ અને રજિસ્ટ્રેશન ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે આ કડી અંતર્ગત શહેરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં મામલો ગરમાયો હતો. ​​ABVPના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાથી વિદ્યાર્થીઓને મોંઘી ફી ભરીને અન્યત્ર શિક્ષણ લેવાની ફરજ પડે છે આ શિક્ષણના વ્યાપારીકરણ તરફ ઈશારો કરે છે, વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રૂ.300ની રજિસ્ટ્રેશન ફીને વિદ્યાર્થીઓ પરનું આર્થિક ભારણ ગણાવી તેને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, જો ખાનગી યુનિવર્સિટીઓને સામેલ ન કરવામાં આવે, તો એડમિશન પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ, જીકાસ પોર્ટલ માત્ર ડેટા કલેક્શનનું માધ્યમ બની રહેવું જોઈએ, નહીં કે પ્રવેશમાં અવરોધરૂપ. ​આજે શહેરના વાઘાવાડી રોડ પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જયદીપસિંહ ગોહિલ એ આક્ષેપ કર્યો હતો કે, "શાંતિપૂર્ણ આંદોલન દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે" આ ઘટના બાદ નીલમબાગ પોલીસ દ્વારા જયદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, તેમજ વધુમાં જણાવ્યું હતું કે, ​અમે ભાજપનો ભાગ નથી, ​ABVP એ ભાજપનું સંગઠન નથી, પરંતુ એક સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે તે RSS સાથે સંકલન ધરાવતી ભગિની સંસ્થા છે, ABVPએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વિદ્યાર્થીલક્ષી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામતના નામે ચૂંટણી નકશો બદલવાના પ્રયાસ:રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અને બાલાકોટ એરસ્ટ્રાઈકને 'જાદુ' કહેતાં સંસદમાં હંગામો
    Next Article
    રાજકોટમાં આવતીકાલે યોજાશે રઘુવંશી સ્વાભિમાન સંમેલન:ભાજપે ટિકિટ ફાળવણીમાં લોહાણા સમાજની અવગણના કરી એક પણ પુરુષને ઉમેદવાર ન બનાવતા આગામી સમયમાં મહાસંમેલન યોજવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment