Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ABVPનું GCAS પોર્ટલ મુદ્દે ગોધરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન:ખાનગી યુનિવર્સિટીઓ અને ફી મુદ્દે માંગણીઓ રજૂ કરાઈ

    1 week ago

    ગોધરાના ચર્ચ સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા GCAS પોર્ટલને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ABVP કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVPના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને GCAS પોર્ટલ સંબંધિત મુખ્ય સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવતો નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પસંદગીના વિકલ્પોમાં મર્યાદા અનુભવાય છે. આથી, ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલમાં સમાવેશ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વધુમાં, ABVPએ જણાવ્યું હતું કે ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ પાસેથી GCAS પોર્ટલ હેઠળ આશરે ₹300 જેટલી ફી વસૂલવામાં આવે છે, જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજારૂપ છે. આ ફી ઘટાડીને વિદ્યાર્થીઓને રાહત આપવાની પણ મુખ્ય માંગ રાખવામાં આવી હતી. તે ઉપરાંત, GCAS પોર્ટલમાં રહેલી વિવિધ તકનીકી ખામીઓ અને વ્યવસ્થાપન સંબંધિત ક્ષતિઓને દૂર કરવાની માંગ સાથે કાર્યકરો દ્વારા ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોર્ટલની ખામીઓના કારણે પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે, જેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે. ABVPના આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો આગામી સમયમાં આ તમામ માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેરમાં થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી, જોકે પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આવતીકાલે યોજાશે રઘુવંશી સ્વાભિમાન સંમેલન:ભાજપે ટિકિટ ફાળવણીમાં લોહાણા સમાજની અવગણના કરી એક પણ પુરુષને ઉમેદવાર ન બનાવતા આગામી સમયમાં મહાસંમેલન યોજવામાં આવશે
    Next Article
    'પોલીસ અને પ્રશાસન ભાજપ કાર્યકર તરીકે વર્તી રહ્યા છે':'ભાજપ અત્યંત નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું', શહેર કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો ધરણાં'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment