Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ કોંગ્રેસ પ્રમુખનું પક્ષાંતર:અજિતસિંહ ભાટીને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે ગઈકાલે પક્ષનો સાથ છોડી દીધો છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો. આ કટોકટીના સમયે પક્ષે હવે અજિતસિંહ ભાટીને જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકેની કમાન સોંપી છે. પંચમહાલ કોંગ્રેસ પ્રમુખના પક્ષાંતર બાદ હવે કાર્યકારી પ્રમુખ અજિતસિંહ ભાટીના શિરે પક્ષની નૈયા પાર કરવાની જવાબદારી આવી પડી છે. ગોધરા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળી કુલ 142 બેઠકો પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારોની જવાબદારી હવે તેમના પર છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કાર્યાલય હાલ અજીબોગરીબ સ્થિતિનું સાક્ષી બની રહ્યું છે. કાર્યાલયની દીવાલો પર રાહુલ ગાંધીના 'ડરો મત' ના પોસ્ટર લાગેલા છે. તેની નજીક સ્તંભ ઉપર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધીની હસતી તસવીર જાણે પક્ષની વર્તમાન સ્થિતિને નિહાળી રહી છે. બીજી તરફ, કાર્યાલયના એક ખૂણે ધૂળ ખાઈ રહેલા કોંગ્રેસી પંજાના નિશાનવાળા ખેસનો ઢગલો પક્ષની નિષ્ક્રિયતા કે સંઘર્ષની કહાણી કહી રહ્યો છે. આ પક્ષાંતર અને સંસાધનોના અભાવ વચ્ચે અજિતસિંહ ભાટી પંચમહાલમાં કોંગ્રેસનો ગઢ બચાવી શકે છે કે કેમ, તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બ્રિજ નીચેની બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ:સોલા બ્રિજ નીચેથી એક બાઇક ચોરનાર પકડાયો તો ચોરીના 23 બાઈક મળ્યા, નકલી ચાવીના જુડાથી અંજામ આપતા
    Next Article
    લુણાવાડામાં મોડાસા-ગોધરા હાઇવે પર જોખમી ખાડાનું સમારકામ:જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઓથોરિટીએ તાત્કાલિક પેચવર્ક કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment