Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં મોડાસા-ગોધરા હાઇવે પર જોખમી ખાડાનું સમારકામ:જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઓથોરિટીએ તાત્કાલિક પેચવર્ક કર્યું

    1 week ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર અંબાજી માતા મંદિર પાસેના જોખમી ખાડા મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ખાડા અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ રોડ ઓથોરિટીએ તાત્કાલિક સમારકામ શરૂ કર્યું છે. આ ખાડો વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરતો હતો. તે લુણાવાડા શહેરના મુખ્ય માર્ગ પર આવેલો હતો, જેના કારણે દૈનિક ધોરણે પસાર થતા હજારો વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી. અગાઉ આ ખાડાના કારણે એક એક્ટિવા ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં તેને સામાન્ય ઇજાઓ થઈ હતી અને વાહનને નુકસાન થયું હતું. આ ઉપરાંત, અનેક વાહનચાલકો પણ આ જ ખાડાના કારણે દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાના બનાવો સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ બાદ રોડ ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક લોકો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા તાત્કાલિક નોંધ લેવામાં આવી અને અકસ્માતને અટકાવવા ઝડપી પગલાં લેવામાં આવ્યા. જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ શક્તિસિંહ ઝાલાને સ્થળ પર દોરવામાં આવ્યા હતા અને તેમણે તાત્કાલિક સંબંધિત રોડ ઓથોરિટી GSRDC ના એન્જિનિયર સૌમિલ શાહનો સંપર્ક કરીને તેમને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ ખાડા પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી. હાલમાં ડામર નાખીને ખાડો સંપૂર્ણપણે પુરાઈ ગયો છે અને માર્ગ ફરીથી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન તથા મહીસાગર પોલીસની સોશિયલ મીડિયા ઉપર સક્રિય દેખરેખ અને પ્રજાના પ્રશ્નોને ઝડપી ઉકેલવાની પહેલને પ્રજાજનો દ્વારા વખાણ મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ કોંગ્રેસ પ્રમુખનું પક્ષાંતર:અજિતસિંહ ભાટીને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ
    Next Article
    Gujarat Food Department | રાજયમાં અસલીની આડમાં નકલીનો ખેલ ! | Fake Food | Food Safety | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment