Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:હર્ષ સંઘવી ચોટીલા આવશે, ઋત્વિક મકવાણાના આકરા પ્રહાર

    5 days ago

    ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચોટીલાની મુલાકાતે આવી રહ્યા છે. ઋત્વિક મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચોટીલાની મુલાકાતે આવી રહ્યા છે. મકવાણાએ કટાક્ષ કરતા કહ્યું કે, સંઘવીનો પ્રવાસ વિકાસ કાર્યો માટે નહીં, પરંતુ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને શાંત કરવા અને 'ડેમેજ કંટ્રોલ' કરવા માટે છે. પૂર્વ ધારાસભ્ય મકવાણાએ દાવો કર્યો કે, ચોટીલા પંથકમાં વર્તમાન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની ટિકિટ કપાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની જગ્યાએ અન્ય કોઈ ચહેરાને સ્થાન આપવાની તૈયારીઓ અંગેના મેસેજ વાયરલ થયા છે. આના કારણે ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આંતરિક જૂથબંધી ઉપરાંત ક્ષત્રિય સમાજની નારાજગી પણ ભાજપ માટે ચિંતાનો વિષય છે. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, સંગઠનમાં ભંગાણ અને સમાજની નારાજગીને કારણે ભાજપના મોવડી મંડળને સક્રિય થવું પડ્યું છે. ચોટીલામાં બદલાતા આ રાજકીય સમીકરણો આગામી ચૂંટણીમાં કેવો વળાંક લેશે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદે આંબેડકર જયંતિ ઉજવી:નિર્ણયનગર પ્રખંડમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાઈ
    Next Article
    'ગુંડાગીરીનો ઉપયોગ કરીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવ્યા':'ગુજરાતમાં ભાજપ પોતાની હાર ભાળી ગઈ છે:વિમલ શાહ, કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment