Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુંડાગીરીનો ઉપયોગ કરીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવ્યા':'ગુજરાતમાં ભાજપ પોતાની હાર ભાળી ગઈ છે:વિમલ શાહ, કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણા

    5 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AICC સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં, ચલેગી અને લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવ્યા હતા. પ્રભારી વિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો હતો. લોકશાહીનું ખૂન કરવાનો પ્રયાસ:ઋત્વિજ જોષી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે, તે અત્યંત ગંભીર બાબત છે. તેઓ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી, ષડયંત્રો અને કાવાદાવા રચીને કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ધાકધમકી તો ક્યાંક લોભ-લાલચ આપી રહ્યા છે. આ રીતે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓના વિરોધમાં, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં લોકશાહી બચાવો ધરણા' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા છીએ. 'દેશ ગુલામી તરફ જઈ રહ્યો છે' ઋત્વિજ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડીને દેશને આઝાદી અપાવી હતી, આજે દેશમાં બીજી આઝાદીની લડત લડવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. દેશ અત્યારે ગુલામી તરફ જઈ રહ્યો હોય તેમ જણાય છે કારણ કે બંધારણીય સંસ્થાઓનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યારે લોકશાહી પર હુમલો થતો હોય, ત્યારે ધરણા પર બેસવું એ અમારો અધિકાર છે અને એટલે જ અમે અહીં ન્યાય માટે બેઠા છીએ. 'ગુંડાગીરીથી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવ્યા, તે અત્યંત શરમજનક' વડોદરાના પ્રભારી વિમલ શાહે જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય ધરણા નથી. આ તો સ્વાભાવિક રીતે લોકશાહી બચાવવા માટે યોજાયેલું પ્રદર્શન છે. અત્યારે પ્રજા સારી રીતે જાણે છે કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાળી ગઈ છે. હારના ડરથી તેમણે જે રીતે પોલીસતંત્ર, સરકારી તંત્ર અને ગુંડાગીરીનો ઉપયોગ કરીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવ્યા છે, તે અત્યંત શરમજનક ઘટના છે. મને લાગે છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં આવી ઘટનાઓ ન થવી જોઈએ. આ જ કારણથી અમે આજે સમગ્ર ગુજરાતમાં આ ધરણાંના કાર્યક્રમો રાખેલા છે. 'વડોદરાની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું' ઋત્વિજ જોષીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું કામ જ જૂઠું બોલવાનું છે. તમે સૌ સાક્ષી છો કે જ્યારે વોર્ડ નંબર 2નું ફોર્મ ખેંચાયું, ત્યારે કોંગ્રેસના પ્રમુખ અને તમામ આગેવાનો બહાર હતા. તો પછી રિટર્નિંગ ઓફિસરની કેબિનમાં ભાજપના કોર્પોરેટરો અને આગેવાનો શું કરી રહ્યા હતા? આ આખી પ્રક્રિયાના વિડિયો ફૂટેજ અમે મીડિયાને બતાવ્યા છે. ભાજપને ખબર પડી ગઈ છે કે વડોદરાની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. આખા શહેરમાં ભાજપ વિરોધી માહોલ છે, તેથી જ તેઓ સત્તાનો દુરુપયોગ કરીને બિનહરીફ થવાના કાવાદાવા કરી રહ્યા છે. અમે આની સામે કાયદાકીય લડત પણ લડીશું અને જનતાની વચ્ચે રહીને વિરોધ પણ ચાલુ રાખીશું.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:હર્ષ સંઘવી ચોટીલા આવશે, ઋત્વિક મકવાણાના આકરા પ્રહાર
    Next Article
    Mehsana Sthanik Swaraj Election Update | આવનારી નગરપાલિકા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment