Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ હિન્દુ પરિષદે આંબેડકર જયંતિ ઉજવી:નિર્ણયનગર પ્રખંડમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાઈ

    5 days ago

    વિશ્વ હિન્દુ પરિષદ (VHP) નારણપુરા જિલ્લાના નિર્ણયનગર પ્રખંડ દ્વારા ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ મંત્રી ચિંતનભાઈ પંચાલે બાબા સાહેબના જીવન આધારિત સિદ્ધાંતો અને વિચારધારા પર માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત જનતાએ 'જય ભીમ' અને 'જય શ્રી રામ' ના નારા લગાવ્યા હતા. આ ઉજવણીમાં વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ચિંતનભાઈ પંચાલ (નારણપુરા જિલ્લા સહ મંત્રી), બાલકૃષ્ણભાઈ પંચાલ (નારણપુરા જિલ્લા સત્સંગ પ્રમુખ), કરણભાઈ દવે (નિર્ણયનગર પ્રખંડ મંત્રી), રંજનબેન (ભાગવત વિભાગ માતૃશક્તિ સંયોજિકા), હેતલબેન પરીખ (નારણપુરા જિલ્લા માતૃશક્તિ સંયોજિકા) અને જ્યોતિબેન હકીમ (નારણપુરા જિલ્લા માતૃશક્તિ સહ સંયોજિકા) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમસ્ત નિર્ણયનગર પ્રખંડ સમિતિના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ 27 લોકો હાજર રહ્યા હતા, જેમાં 7 ભાઈઓ અને 20 બહેનોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા પાસે 1.46 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો:કપાસિયાની બોરીની આડમાં 10,740 બોટલ સાથે એક ઝડપાયો
    Next Article
    ચોટીલા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ:હર્ષ સંઘવી ચોટીલા આવશે, ઋત્વિક મકવાણાના આકરા પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment