Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા પાસે 1.46 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો:કપાસિયાની બોરીની આડમાં 10,740 બોટલ સાથે એક ઝડપાયો

    5 days ago

    રાજકોટ રેન્જ ટીમે ચોટીલા નજીક જાનીવડલા ગામના પાટિયા પાસેથી રૂ. 1.46 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કપાસિયાની બોરીઓની આડમાં સંતાડીને લઈ જવાતી 10,740 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ વિભાગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી કરી. રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ ગુનેગારોને શોધવા માટે કાર્યરત હતો. આ દરમિયાન સ્ટાફના કમલેશભાઈ રબારી, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, મિતેશભાઈ પટેલ અને સંદીપસિંહ રાઠોડને બાતમી મળી હતી કે, GJ-10-TT-6183 નંબરનો ટાટા ટ્રક બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદથી રાજકોટ તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે રાજકોટ-ચોટીલા જાનીવડલા ગામના પાટિયા પાસેથી પસાર થતા ટ્રકને રોકીને તપાસ કરતા, કપાસિયાની બોરીઓની આડમાં સંતાડેલી અંકલ ટોમ કંપનીની 750 MLની 10,740 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,28,88,000 થાય છે. પોલીસે ટ્રક ડ્રાઈવર શાહિદ જુસબભાઈ ઈશાભાઈ હિંગોરા (રહે. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. ઝડપાયેલા મુદ્દામાલમાં ટ્રક, વિદેશી દારૂ, મોબાઈલ ફોન, કપાસિયાની બોરીઓ, તાલપત્રી અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1,46,59,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો ચનાભાઈ દેવાભાઈ રબારી (રહે. રાણપર, ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો ટ્રક સોંપનાર અને ભરી આપનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા, એ.એસ.આઈ. સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, પો.કોન્સ. કમલેશભાઈ રબારી, મિતેશભાઈ પટેલ, ડ્રા.પો.કોન્સ. દિનેશભાઈ ગઢવી, એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એચ.સી. રાજદીપસિંહ ઝાલા, પો.કોન્સ. દિલીપસિંહ સિંધવ, એ.એસ.આઈ. કુલદીપસિંહ ચુડાસમા, એચ.સી. નરેન્દ્રસિંહ રાઠોડ અને પો.કોન્સ. ફતેસંગ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના વાતાવરણમાં પલટો, 42°C સાથે રાજકોટ સૌથી ગરમ:19થી 21 એપ્રિલ કરા સાથે વરસાદની અંબાલાલની આગાહી, મેમાં ગરમી ભુક્કા બોલાવશે
    Next Article
    વિશ્વ હિન્દુ પરિષદે આંબેડકર જયંતિ ઉજવી:નિર્ણયનગર પ્રખંડમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment