Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામે જોવા બાબતે જાનથી મારવાની ધમકી:આકાશ નામના શખસે યુવક સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    1 week ago

    ભાવનગરના ખેડૂતવાસમાં ગત રાત્રે સામે જોવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી અને ઝપાઝપી બાદ જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. શખસે ગાળો આપી ધમકી આપ્યા બાદ યુવકે તેનો પીછો કરતા પ્રભુદાસ તળાવ પાસે ફરી વિવાદ થયો હતો. બનાવને લઈને યુવકે ઘોઘા રોડ પોલીસ મથકમાં શખસ સામે ગુનો નોંધાવ્યો હતો. સામે કેમ જોવે છે કહી બબાલ કરી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ પાસે રહેતા વિવેક ઉર્ફે ડોન સોલંકી (ઉંમર 20)એ આકાશ ઉર્ફે ખોંગો બારૈયા વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર ગતરાત્રે વિવેકભાઈ પોતાના મિત્ર સાથે ખેડૂતવાસ પાટા પાસે ઉભા હતા. ત્યારે આકાશ બાઈક લઈને ત્યાં આવી “મારી સામે કેમ જોવે છે” કહી ગાળો બોલી ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી થોડા સમય પછી પિતાને ફોન કરવાની વાત કરી સ્થળ પરથી નીકળી ગયો હતો. બાદમાં વિવેક અને તેના મિત્રએ રાહદારીના ટુ-વ્હીલરમાં તેનો પીછો કરી પ્રભુદાસ તળાવ મઢુલી પાસે તેને અટકાવ્યો હતો. જ્યાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. દરમિયાન આકાશે વિવેકને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો વધુ ગંભીર બન્યો હતો. બનાવના પગલે ઘોઘા રોડ પોલીસે આકાશ ઉર્ફે ખોંગો બારૈયા સામે BNSની કલમ 115(2), 352, 351(3) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    લોકશાહીના મૂલ્યોના રક્ષણ માટે શહેર કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો ધરણાં':પ્રશાસન અને પોલીસ ભાજપના ઈશારે કાર્યકર તરીકે વર્તતા હોવાનો ગંભીર આક્ષેપ, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ
    Next Article
    આસારામ આશ્રમ ટ્રસ્ટને 'આદત મુજબ ગુનો કરનાર' ગણાવ્યું:વચગાળાની રાહત આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, 45,000 ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment