Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકશાહીના મૂલ્યોના રક્ષણ માટે શહેર કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો ધરણાં':પ્રશાસન અને પોલીસ ભાજપના ઈશારે કાર્યકર તરીકે વર્તતા હોવાનો ગંભીર આક્ષેપ, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ

    1 week ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શુક્રવારે સવારે બે કલાક દરમિયાન “લોકશાહી બચાવો ધરણાં” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યોની સરેઆમ હત્યા થઈ રહી છે અને તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે, આ અંગે લાલભા ગોહિલએ ​ધરણાં દરમિયાન કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારના ઈશારે પોલીસ અને પ્રશાસન વહીવટી તટસ્થતા ભૂલીને ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે, ઉમેદવારોને ડરાવી-ધમકાવીને અથવા લાલચ આપીને ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે વધુમાં, કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ પર ખોટી રીતે FIR કરીને તેમને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, ​શહેર પ્રમુખ મનોહરસિંહ ગોહિલનું નિવેદન ​ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, ​"ગુજરાતમાં અત્યારે લોકશાહીના સિદ્ધાંતોનું હનન થઈ રહ્યું છે, ભાજપ અત્યંત નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે, પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા અમારા ઉમેદવારોને ફોર્મ ભરતા રોકવામાં આવે છે અમે ચૂંટણી પંચને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, લોકશાહી બચાવવી એ અમારી ફરજ છે અને કોંગ્રેસ પક્ષ આ અન્યાય સામે ચૂપ નહીં બેસે." ​ભાજપના ઈશારે કામ કરતા પોલીસ અને વહીવટી અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, ​ચૂંટણીમાં દરેક ઉમેદવારને મળેલા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે,​રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવતી ખોટી કાયદાકીય કાર્યવાહી બંધ થાય, ​આ ધરણાં કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના તમામ અગ્રણીઓ, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ઉમેદવારે BA પહેલા MA પૂરું કર્યું?:સત્તાના જોરે ફોર્મ મંજૂર થયાના વિપક્ષના આક્ષેપ; કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવા AMC પહોંચતા વિરોધ
    Next Article
    સામે જોવા બાબતે જાનથી મારવાની ધમકી:આકાશ નામના શખસે યુવક સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment