Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ઉમેદવારે BA પહેલા MA પૂરું કર્યું?:સત્તાના જોરે ફોર્મ મંજૂર થયાના વિપક્ષના આક્ષેપ; કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવા AMC પહોંચતા વિરોધ

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. તેમના સોગંદનામા મુજબ, સુધા પાંડેએ વર્ષ 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે વર્ષ 1996માં MA પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તંત્રની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સત્તાના જોરે ફોર્મ મંજૂર થયું છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની અસારવા વિધાનસભામાં અસારવા વોર્ડમાં ભાજપ વિરોધી લાગેલા પોસ્ટરો ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવાની કાર્યવાહી કરતાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. સરકારી પોસ્ટર ન હોવા છતાં પણ ભાજપ વિરોધી લાગેલું પોસ્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉતારવા પહોંચ્યા હતા જેને લઇને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. સુરતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. એક સભામાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપને ચીમકી આપતા કહ્યું કે, જો ભાજપ 'ભૂપતવાળી' (તોડજોડની રાજનીતિ) કરશે, તો જનતા આ વખતે 'વિસાવદરવાળી' (પરાજય) કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ છેલ્લા 10 વર્ષથી વિપક્ષના નેતાઓને ખરીદીને જ સત્તા પર ટકી રહી છે. જે નેતાઓ ભાજપને ગાળો દેતા હતા, તેમને જ ભાજપ ખરીદીને મોટા નેતા બનાવી દે છે. ચૂંટણી માહોલ જામતા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના અસલ મિજાજમાં જોવા મળી રહ્યા છે. કડીમાં એક સભાને સંબોધતા તેમણે બોલ્યા કે જેમ વેવાઈ જોઇએ એમ ઉમેદવાર જોઇને મત આપજો. કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફૂલ ગેરંટી' છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે પાલિકા-પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ખેંચવાની મુદ્દત પૂરી થતાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 39,349 ફોર્મમાંથી 11 હજારથી વધુ ફોર્મ રદ થયા છે અને 694 બેઠકો બિનહરીફ થઈ છે. હવે બાકીની બેઠકો 25,568 પર ઉમેદવારો પોતાનું ભાવિ નક્કી કરવા મેદાનમાં છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi in Rajya Sabha LIVE : महिला आरक्षण और परिसीमन PM Modi LIVE | Women reservation bill
    Next Article
    લોકશાહીના મૂલ્યોના રક્ષણ માટે શહેર કોંગ્રેસ દ્વારા 'લોકશાહી બચાવો ધરણાં':પ્રશાસન અને પોલીસ ભાજપના ઈશારે કાર્યકર તરીકે વર્તતા હોવાનો ગંભીર આક્ષેપ, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment