Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઢંઢેરો પીટી'ને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો:મહેસાણાના કુક્સ ગામે ગ્રામજનોએ રાત્રિ સભા યોજી; સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈ વિરોધ

    1 week ago

    ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ટીપી, ડીપી અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન દાખલ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર તરફથી ઉકેલ ન આવતા વિરોધ ગ્રામજનોનો મુખ્ય વિરોધ ગામમાં સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈને લોકોમાં એવી ભીતિ છે કે, જો અહીં ઉદ્યોગો આવશે તો પ્રદૂષણનું પ્રમાણ વધશે. ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીનો કપાસે જેના કારણે ખેતી લાયક જમીન અને ગ્રામીણ સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે. આ ઉપરાંત ટીપી અને ડીપી સ્કીમથી સ્થાનિકોના હિતો જોખમાતા હોવાનો સુર પણ ઉઠ્યો છે. આ બાબતે અગાઉ રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા અંતે ગ્રામજનોએ 'ઢંઢેરો પીટી'ને એકસૂરે ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે. ગામમાં ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધ ગામમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇન્ડસ્ટ્રિયલ ઝોન રદ કરવામાં નહીં આવે અને ટીપી-ડીપીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષના ઉમેદવારને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જો આવનારા દિવસોમાં સરકાર નમતું નહીં જોખે તો આ આંદોલન વધુ તેજ બનાવવાની અને મતદાનના દિવસે બૂથ ખાલી રાખવાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’:વોટ માંગવા આવતા શરમ આવવી જોઈએ, ભાજપ ભગાવોના નારા લાગ્યા; અસારવામાં ભાજપ વિરોધી પોસ્ટર હટાવવા પહોંચ્યું કોર્પોરેશન
    Next Article
    ભરૂચમાં ABVP દ્વારા GCAS પોર્ટલ સામે વિરોધ:રાજ્યવ્યાપી આંદોલન અને ઉગ્ર ધરણા-પ્રદર્શનની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment