Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ABVP દ્વારા GCAS પોર્ટલ સામે વિરોધ:રાજ્યવ્યાપી આંદોલન અને ઉગ્ર ધરણા-પ્રદર્શનની ચેતવણી

    1 week ago

    ભરૂચની એમ.કે. કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. GCAS પોર્ટલને લઈને ABVP ગુજરાત પ્રદેશે રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. પોર્ટલની ખામીઓ અને તેની નિષ્ફળ કામગીરી અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સુધારા ન થતા, ABVPએ હવે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. ABVPના જણાવ્યા અનુસાર, GCAS પોર્ટલ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગેરવ્યવસ્થાઓ જોવા મળી છે. આના કારણે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. ખાસ કરીને, પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરાતા વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 33 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલવા છતાં રાજ્ય યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં લગભગ 50 ટકા બેઠકો ખાલી રહી છે. પરીક્ષાઓના એક અઠવાડિયા પહેલા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવી વિદ્યાર્થીઓ માટે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. ABVP ગુજરાત પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં વોલ રાઈટિંગ, ક્લાસ ટુ ક્લાસ કેમ્પેઇન અને પરચા વિતરણ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં દરેક જિલ્લા મુખ્ય મથકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર ધરણા-પ્રદર્શન યોજી આંદોલન વધુ તેજ કરવામાં આવશે. ABVPએ રાજ્ય સરકાર સમક્ષ મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવો, અથવા તો પ્રવેશ પ્રક્રિયાને ડીસેન્ટ્રલાઈઝ કરીને યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત કરવી, અને રજીસ્ટ્રેશન ફી તરીકે લેવામાં આવતા 300 રૂપિયાનો ઘટાડો અથવા તેને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'ઢંઢેરો પીટી'ને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો:મહેસાણાના કુક્સ ગામે ગ્રામજનોએ રાત્રિ સભા યોજી; સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈ વિરોધ
    Next Article
    ‘Shreyas Iyer is the new chase master’: Former India opener compares PBKS captain’s batting to Virat Kohli

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment