Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’:વોટ માંગવા આવતા શરમ આવવી જોઈએ, ભાજપ ભગાવોના નારા લાગ્યા; અસારવામાં ભાજપ વિરોધી પોસ્ટર હટાવવા પહોંચ્યું કોર્પોરેશન

    1 week ago

    મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગરમીની વચ્ચે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામો અંગે હવે પ્રજા તેમને ‘હિસાબ’ આપી રહી હોય તેમ ભાજપના ઉમેદવારોને કામ ન કર્યું હોવાનું કહીને પ્રચારમાંથી ભગાડી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસારવા વોર્ડમાં ભાજપ સામે સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મત માંગવા આવેલા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને સંભળાવી દીધું હતું કે તમને તો અહીંયા મત માંગવા આવતા પણ શરમ આવવી જોઈએ. ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા ત્યારે ભાજપના નેતાઓે અને કાર્યકર્તાઓ પણ ભારત માતાકી જયના સામે નારા લગાવી નીકળી ગયા હતા. જનતાએ ભાજપના નેતાઓને સંભળાવ્યું તો પણ શરમ વિના પ્રજાની કોઈપણ વાત સાંભળ્યા વગર નીકળી ગયા હતા. કોર્પોરેશન કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવા પહોંચતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ભાજપના ઉમેદવારોને સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં અસારવા વોર્ડમાં પાંચ વર્ષમાં કેટલાક વિસ્તારમાં કોર્પોરેટરો જોવા આવ્યા નહીં અને પૂર્વ કોર્પોરેટરના વર્તનને લઈને તેમજ કામ કર્યા નથી તેને લઈને ભાજપ માટે મત માંગવા આવેલા અસારવાના નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રજાનો અસલી મિજાજ બતાવી દીધો અને સંભળાવ્યું હતું. સોસાયટીમાં પ્રવેશ કરવા દીધો નહીં. ચૂંટણી માટે ગયેલા ભાજપના ઉમેદવારોને ભગાડવામાં આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અસારવા વોર્ડના રિપીટ કરાયેલા પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે ગેરવર્તન કર્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કરી અને સોસાયટીમાંથી ભગાડ્યા હતા. ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’ વાઇરલ થયેલા વીડિયોમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતા કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ગટરનું ગંદુ પાણી આવે છે મારી દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને તેણે બાટલા ચડાવી અને પરીક્ષા આપી છે. ત્યારે કોઈ જોવા માટે આવ્યું નહોતું અને અત્યારે આખું લશ્કર લઈને નીકળી પડ્યા છો. કેટલાય સમયથી ખાડા પડ્યા છે જે જોવા આવવાનો સમય નહોતો. તમને અહીંયા વોટ લેવા આવતા પણ શરમ આવવી જોઈએ. ઘરે ઘરે ઝાડા ઉલટીના કેસો થયા છે. અમે હેરાન થયા છીએ ટેન્કરો લાવવા પડ્યા છે. ફોન કરનાર રહીશોને કહ્યું- તમારા વોટની જરૂર નથીં અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા પછી વધુ એક સોસાયટીમાંથી પ્રચાર કર્યા વિના જ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને મેસેજમાં અસારવા વોર્ડમાં આવેલી કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં અંદાજે 4થી 5 હજાર મતદારો છે. જો કે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં ગટર અને ગંદુ પાણી આવતું હતું જેની રજૂઆત તત્કાલીન કોર્પોરેટર અનુ પટેલને કરવામાં આવી હતી છતાં તે એક પણ વખત વિસ્તારની મુલાકાતે આવ્યા ના હતા અને ફોન કરનાર રહીશોને તમારા વોટની જરૂર નથીં એવો ટોણો મારતા હતા. ‘સોસાયટીમાં ઘૂસવા દીધા નહીં ને ભાજપ ભગાવોના નારા લાગ્યા’ જોકે ભાજપે પૂર્વ ચાર કોર્પોરેટરમાંથી એક માત્ર અનુ પટેલને જ ભાજપે રિપીટ કર્યા અને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે પ્રચાર અર્થે ગુરુવારે કિસ્મત સોસાયટીથી લઈને ઓમનગર સોસાયટીમાં રાઉન્ડ શરૂ થાય તે પહેલા જ રહીશોએ તેમના કારણે અન્ય ત્રણ ઉમેદવારને પણ પ્રવેશ કરવા દીધો ન હતો અને તમામ ઉમેદવારોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, ભાજપના ઉમેદવારોએ સ્થાનિક નેતા અને વોર્ડના ઉપપ્રમુખને સમજાવવા આગળ કર્યા હતા પણ લોકોએ તેમની વાત પણ કાને ધરી નહોતી અને ભાજપ ભગાવોના નારા લગાવ્યા હતા. ભાજપ વિરોધી પોસ્ટર હટાવવા કોર્પોરેશન પહોંચતા વિરોધ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની અસારવા વિધાનસભામાં અસારવા વોર્ડમાં ભાજપ વિરોધી લાગેલા પોસ્ટરો ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. કમળનું ફૂલ અમારી ભૂલ લખેલા પોસ્ટર ઉતારવાની કાર્યવાહી કરતાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. સરકારી પોસ્ટર ન હોવા છતાં પણ ભાજપ વિરોધી લાગેલું પોસ્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉતારવા પહોંચ્યા હતા જેને લઇને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમે પોસ્ટર ઉતાર્યા અસારવામાં ગાભાજીની ચાલી, શિવ પ્રસાદની ચાલી સહિત અલગ અલગ છ જેટલી સોસાયટીઓએ ભાજપનો બહિષ્કાર કર્યો છે. જે અંગેના બેનર ચાલીઓની બહાર લાગ્યા છે. જેને ઉતારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મેદાને આવ્યું હતું. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ બેનર ઉતારવા માટે પહોંચી હતી. જેને લઈને સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. ચાલીમાં લાગેલા બેનરો ઉતારતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ‘રાજકીય પક્ષોના ટેન્ટ હટાવતા નથી ને બેનર ઉતારો છો’ ચાલીના સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના અધિકારીઓને જ્યારે પૂછ્યું કે કોના આદેશથી તમે આ બેનરો ઉતારી રહ્યા છો ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશની આ બેનરો ઉતારી રહ્યા છીએ. બેનરો ઉતારવા આવેલા કોર્પોરેશનના અધિકારીઓને ચાલીના રહીશોએ ઘેરી લીધા હતા અને જે રાજકીય પક્ષો દ્વારા રોડ ઉપર ટેન્ટ બાંધી દેવામાં આવ્યા છે અને દબાણ કરવામાં આવ્યું છે તેને ઉતારવામાં આવતા નથી. તેવી ફરિયાદ કરી હતી. ‘રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ’ અસારવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિવપ્રસાદની ચાલી, ગાભાજી મંગાજીની ચાલી, હીરાલાલ કેશવલાલની ચાલી, વર્માજીનું ડહેલું, મહાજનની વાડી અને મોહનલાલ પ્રાણ જીવનની ચાલી સહિતની ચાલીઓના રીડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા બેનર લગાવીને આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાનગી બિલ્ડરોને લાભ અપાવવા માટે ભાજપના મળતીયાઓ દ્વારા ખાનગી મિલકતો ઉપર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે ભાજપના નેતાઓનો વિરોધ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇયરલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક અઠવાડિયા બાદ તેને ઉતારવા માટે પહોંચ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    માતાએ પોતાના જ બે માસૂમ બાળકને ઝેર પીવડાવ્યું:પોલીસકર્મીની પત્નીએ પોતે પણ ઝેરી દવા પી લીધી; બંને માસૂમના મોત, મહિલા સારવાર હેઠળ
    Next Article
    'ઢંઢેરો પીટી'ને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો:મહેસાણાના કુક્સ ગામે ગ્રામજનોએ રાત્રિ સભા યોજી; સૂચિત ઇન્ડસ્ટ્રિયલ ઝોનને લઈ વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment