Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું બોલું છું અને આને મોબાઇલ જોવો છે બોલો....':ભાષણ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મોબાઈલમાં શેરબજાર જોતા હતા; ભુરાલાલ શાહે જાહેરમાં ટકોર કરી

    2 weeks ago

    નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિવિધ પક્ષો દ્વારા વોર્ડ દીઠ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટનનો પ્રારંભ થયો છે. ગત રાત્રે નવસારીના વોર્ડ નંબર 12 માં ભાજપના કાર્યાલયના શુભારંભ પ્રસંગે એક રસપ્રદ ઘટના બની હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે સ્ટેજ પર ભાષણ આપતી વખતે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈને જાહેરમાં ટકોર કરી હતી. આ ઘટના નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં વોર્ડ નંબર 12 ના ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે બની હતી. આ પ્રસંગે ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના આગેવાનો બિરાજમાન હતા. પ્રમુખ ભુરાલાલ શાહ પક્ષની સિદ્ધિઓ વર્ણવતું પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પોતાના મોબાઈલ ફોનમાં શેરબજારની વિગતો જોવામાં મશગૂલ હતા. ઉલ્લેખનીય છે કે પિયુષ દેસાઈ સ્ટોક માર્કેટના મોટા ટ્રેડર તરીકે જાણીતા છે અને તેઓ સમય મળ્યે બજારની ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે. જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહનું ધ્યાન પિયુષ દેસાઈ પર પડતાં તેમણે ચાલુ ભાષણે રમૂજ કરતા કહ્યું કે, "હું અહીં પક્ષની વાતો કરી રહ્યો છું અને પૂર્વ ધારાસભ્ય સેન્સેક્સ અને માર્કેટ જોવામાં વ્યસ્ત છે, બોલો હવે શું કરીએ?" પ્રમુખની આ ટકોર સાંભળતા જ સભામાં ઉપસ્થિત કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ટકોર બાદ પિયુષ દેસાઈએ તુરંત પોતાનો મોબાઈલ ફોન બાજુ પર મૂકી દીધો હતો અને પ્રમુખના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ હળવી પળોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણીના વ્યસ્ત માહોલ અને પ્રચારના થાક વચ્ચે આવા પ્રસંગો નેતાઓ દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે સર્જાતા હોય છે. પોતાના વક્તવ્ય દરમિયાન, ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે નવસારી જિલ્લામાં પક્ષને મળેલી બિનહરીફ જીતની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળી પડ્યા’:વોટ માંગવા આવતા શરમ આવવી જોઈએ, અસારવાની સોસાયટીઓમાં ભાજપ ભગાવોના નારા લાગ્યા
    Next Article
    જુનિયર એડિટર-8 વિજેતાઓનો મહેસાણામાં સન્માન સમારોહ:શહેર અને રાજ્ય સ્તરના વિદ્યાર્થીઓને ભેટ-પ્રમાણપત્રો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment